Seconds from Death: શાહઆલમમાં કાળમુખી AMTS એ એક્ટિવાને અડફેટે લીધી, મોતને નજર સામે જોઈ યુવતીની ચીસ નીકળી ગઈ

0
90
Seconds from Death
Seconds from Death

Seconds from Death: શહેરના શાહઆલમ ટોલનાકા પાસે ગઈકાલે સાંજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં જઈ રહેલી બે યુવતીઓને પૂર ઝડપે આવતી AMTS બસે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતીઓ પર બસનું ટાયર ફરી વળે તે પહેલાં જ સ્થાનિકોએ તેમને ખેંચી લેતા તેમનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Seconds from Death: મોત સેકન્ડના અંતરે હતું

Seconds from Death

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ટ્રાફિકથી ધમધમતા શાહઆલમ ચાર રસ્તા પર બે યુવતીઓ એક્ટિવા લઈને રોંગ સાઈડમાં જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવતી એએમટીએસ બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અથવા સ્પીડ વધુ હોવાને કારણે બસ સીધી એક્ટિવા સાથે અથડાઈ હતી. બસને પોતાની તરફ આવતી જોઈને એક્ટિવા ચલાવતી યુવતીની ચીસ નીકળી ગઈ હતી.

Seconds from Death: ટાયર નીચે ફસાયું એક્ટિવા, લોકોએ બચાવ્યો જીવ

Seconds from Death

ટક્કર લાગતા જ એક્ટિવા બસના આગળના ભાગે અને ટાયર નીચે ફસાઈ ગયું હતું. બંને યુવતીઓ રસ્તા પર ફેંકાઈ ગઈ હતી. બસનું ટાયર તેમના પર ફરી વળે તે પહેલા જ બસ થોભી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ગભરાયેલી યુવતીઓને બસ નીચેથી ખેંચીને બહાર કાઢી હતી.

Seconds from Death

Seconds from Death: રોંગ સાઈડ ડ્રાઈવિંગ બની શકે છે જીવલેણ

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કેટલું જોખમી હોઈ શકે છે. યુવતીઓ રોંગ સાઈડમાં હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે બંનેનો જીવ બચી ગયો છે, પરંતુ આ અકસ્માતે શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાવ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ચાંદખેડા રહસ્યમય મોત કેસ ઢોસાના ખીરામાં નહીં પણ બ્લડ રિપોર્ટમાં મળી ઝેરી દવાની હાજરી, તપાસ હવે ‘હત્યા કે આત્મહત્યા’ તરફ