Vadodara Gambling Raid: શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતી પીસીબી (PCB) પોલીસે આજવા રોડ વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામ પર મધરાતે ત્રાટકીને સાત જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 36,390નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara Gambling Raid: ગુપ્ત માહિતીના આધારે પોલીસની રેડ
પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ પર આવેલા એકતા નગરના કેજીએન (KGN) પાર્ક પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળીને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે દરોડો પાડ્યો હતો, જેનાથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે કોર્ડન કરીને સાતેય શખ્સોને દબોચી લીધા હતા.
Vadodara Gambling Raid: ઝડપાયેલા જુગારીઓના નામ:
પોલીસે સ્થળ પરથી નીચે મુજબના શખ્સોની ધરપકડ કરી છે:
- અહેમદ હુસેન ઉર્ફે મુન્નો મકસુદ અલી દિવાન
- વસીમ રમજાન ભાઈ સિંધી
- મુનાફ મુસ્તાકશા દિવાન (રહે. K.G.N પાર્ક સોસાયટી, આજવા રોડ)
- નૌસાદ મોહમ્મદભાઈ સૈયદ (આશાપુરી સોસાયટી, આજવા રોડ)
- સલીમ મહેમુદભાઈ અન્સારી (રહે. લક્ષ્મીનગર, આજવા રોડ)
- પૂનમ બુધાભાઈ ઠાકોર (રહે. સોમા તળાવ)
- મોહમ્મદ અલી કમરૂમિયા સૈયદ (રહે. લાડવાડા)
મુદ્દામાલ કબજે
પોલીસે આ રેડ દરમિયાન જુગારીઓ પાસેથી 6 નંગ મોબાઈલ ફોન અને દાવ પર લગાવેલી તેમજ અંગઝડતીની રોકડ રકમ મળી કુલ રૂ. 36,390નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અકોટામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકનો આતંક; ડિવાઈડર કુદાવી કાર મકાનની દીવાલમાં ઘુસાડી દીધી




