HomeDeshJustice Served: ન્યાયનો હથોડો, તમિલનાડુમાં પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા કરનાર 9 પોલીસકર્મીઓને ફાંસીની...

Justice Served: ન્યાયનો હથોડો, તમિલનાડુમાં પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા કરનાર 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા

Justice Served: તમિલનાડુના સથાનકુલમમાં 6 વર્ષ પહેલાં થયેલા ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની ફર્સ્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે માનવતાને શર્મસાર કરનાર 9 પોલીસકર્મીઓને પિતા-પુત્રની હત્યાના દોષિત ઠેરવી ફાંસીની સજા સંભળાવી છે. જજ જી. મુથુકુમારને આ કેસને ‘રેયરેસ્ટ ઓફ રેયર’ ગણાવતા સત્તાના દુરુપયોગની પરાકાષ્ઠા ગણાવી છે.

Justice Served

Justice Served: શું હતો સમગ્ર મામલો?

ઘટના 19 જૂન 2020ની છે, જ્યારે કોરોના લોકડાઉન અમલમાં હતું. સથાનકુલમ પોલીસે વેપારી પી. જયરાજ (59) અને તેમના પુત્ર જે. બેનિક્સ (31) ને નિર્ધારિત સમય કરતાં વધુ સમય દુકાન ખુલ્લી રાખવાના નજીવા આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પિતા-પુત્ર પર જે જુલ્મ ગુજારવામાં આવ્યો તેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.

Justice Served

Justice Served: આખી રાત ટોર્ચર અને ક્રૂરતા

CBIની તપાસમાં બહાર આવ્યું કે પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્રને આખી રાત નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા મુજબ:

  • એક મહિલા કોન્સ્ટેબલની જુબાની નિર્ણાયક બની, જેણે કબૂલ્યું કે આખી રાત મારપીટના અવાજો આવતા હતા.
  • પોલીસ સ્ટેશનના ટેબલ અને લાકડીઓ પર લોહીના નિશાન મળી આવ્યા હતા.
  • જયરાજ અને બેનિક્સના શરીર પર ગંભીર ઈજાઓ હતી, જે દર્શાવતી હતી કે તેમની સાથે અનિચ્છનીય ક્રૂરતા આચરવામાં આવી હતી.
  • પોલીસે પુરાવા નાશ કરવા માટે CCTV ફૂટેજ પણ ડિલીટ કરી દીધા હતા.

Justice Served: CBI તપાસમાં હત્યાની પુષ્ટિ

શરૂઆતમાં આ કેસની તપાસ રાજ્યની CB-CID કરી રહી હતી, પરંતુ મદ્રાસ હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ સાબિત કર્યું કે આ યાતના કોઈ આકસ્મિક ઘટના નહોતી પરંતુ સુનિયોજિત રીતે આચરવામાં આવેલી હત્યા હતી.

Justice Served: જેમને ફાંસીની સજા થઈ તે પોલીસકર્મીઓ

  1. ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર
  2. સબ-ઇન્સ્પેક્ટર પી. રઘુ ગણેશ
  3. સબ-ઇન્સ્પેક્ટર કે. બાલકૃષ્ણન
  4. હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન
  5. હેડ કોન્સ્ટેબલ એ. સમદુરાઈ
  6. કોન્સ્ટેબલ એમ. મુથુરાજ
  7. કોન્સ્ટેબલ એસ. ચેલદુરાઈ
  8. કોન્સ્ટેબલ એક્સ. થોમસ ફ્રાન્સિસ
  9. કોન્સ્ટેબલ એસ. વેલુમુથુ (નોંધ: 10મા આરોપી પૌલદુરાઈનું ટ્રાયલ દરમિયાન કોરોનાથી મૃત્યુ થયું હતું.)

આ ચુકાદાથી પોલીસ તંત્રમાં ‘વર્દીની આડમાં ગુંડાગીરી’ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત પરિવારને 6 વર્ષના લાંબા સંઘર્ષ બાદ ન્યાય મળ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

કાશીમાં મર્યાદા ઓળંગાઈ ગંગાના પટમાં નાવિકોની બિયર પાર્ટી અને DJના તાલે ડાન્સ, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments