Sacredness Breached: કાશીમાં મર્યાદા ઓળંગાઈ ગંગાના પટમાં નાવિકોની બિયર પાર્ટી અને DJના તાલે ડાન્સ, વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

0
157
Sacredness Breached
Sacredness Breached

Sacredness Breached: ધર્મનગરી કાશીમાં ગંગા નદીની પવિત્રતાને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. રવિવારે અષ્ટમીના પવિત્ર દિવસે અદલપુરા ધામ જઈ રહેલા કેટલાક નાવિકોએ ગંગા નદીની વચ્ચે હોડી પર બિયર પાર્ટી કરી અને મોટા અવાજે ડીજે વગાડી ડાન્સ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Sacredness Breached

Sacredness Breached: પરંપરાના નામે નિયમોનું ઉલ્લંઘન

માઝી સમાજના કુળદેવી શીતળા માતા (અદલપુરા)ના મંદિરે દર વર્ષે આઠમના દિવસે ‘બધાવા’ (પૂજાની સામગ્રી અને ભેટ) લઈને જવાની પરંપરા છે. રવિવારે વારાણસીથી આશરે 1500 જેટલી હોડીઓ સાથે 4000 જેટલા નાવિકો રવાના થયા હતા. આ દરમિયાન કેટલીક હોડીઓને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવી હતી અને પ્રતિબંધ હોવા છતાં મોટા ડીજે સેટ ગોઠવવામાં આવ્યા હતા.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાવિકો હોડી પર જાહેરમાં બિયર પી રહ્યા છે અને ફિલ્મી ગીતોના તાલે ઝૂમી રહ્યા છે. આ ઘટનાએ જળ પોલીસ અને સ્થાનિક પ્રશાસનના પેટ્રોલિંગ પર મોટા સવાલો ઉભા કર્યા છે.

Sacredness Breached

Sacredness Breached: માઝી સમાજની સ્પષ્ટતા અને રોષ

આ ઘટના સામે આવ્યા બાદ ‘માં ગંગા નિષાદરાજ સેવા ન્યાય’ સંસ્થાએ એસીપીને આવેદનપત્ર પાઠવ્યું છે. તેમણે જણાવ્યું કે, “અમે પેઢીઓથી પરંપરાગત રીતે માતાના ગુણગાન ગાતા અદલપુરા જઈએ છીએ, પરંતુ કેટલાક તત્વોએ દારૂ પીને આ પવિત્ર પરંપરા અને સમાજને બદનામ કર્યો છે. આ કૃત્ય કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.”

Sacredness Breached

Sacredness Breached: પોલીસની કાર્યવાહી

વારાણસી પ્રશાસને ગંગામાં હોડીઓ પર પાર્ટી કરવા અને ડીજે વગાડવા પર પહેલેથી જ સંપૂર્ણ પ્રતિબંધ લાદેલો છે. એસીપી અતુલ અંજાને આ મામલે જણાવ્યું કે, “વાયરલ વીડિયો અમારા ધ્યાન પર આવ્યો છે. વીડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કરવામાં આવી રહી છે અને ગંગાની મર્યાદાનો ભંગ કરનારાઓ સામે કડક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં ભર ઉનાળે ચોથું માવઠું કાલે 18 જિલ્લામાં વરસાદની આગાહી, ખેડૂતો અને માછીમારો માટે એલર્ટ