Gujarat Local Body Polls: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે. આ દરમિયાન આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ ૨૪૩ ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે.
Gujarat Local Body Polls: પ્રથમ યાદીના મુખ્ય આકર્ષણ
કોંગ્રેસે આ યાદીમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જેવી મહત્વની મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પક્ષે જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
Gujarat Local Body Polls: અમદાવાદ મનપાના મહત્વના ઉમેદવારો:
અમદાવાદના વિવિધ વોર્ડમાં કોંગ્રેસે મજબૂત ગણાતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે:
- ચાંદખેડા વોર્ડ: રાજશ્રી કેસરી
- સરદાર નગર વોર્ડ: ઓમપ્રકાશ તિવારી
- દરિયાપુર વોર્ડ: નીરવ બક્ષી
- ઇન્ડિયા કોલોની વોર્ડ: સંજય બારોટ
- રાણીપ વોર્ડ: જીગર પંડ્યા
- નવા વાડજ વોર્ડ: જ્યોત્સના બેન ચાવડા
ચૂંટણીનું ગણિત
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે આગામી ૨૬ એપ્રિલના રોજ મતદાન થવાનું છે. કોંગ્રેસ દ્વારા વહેલી યાદી જાહેર કરીને ભાજપ સામે લીડ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસે પોતાના વિશ્વસનીય કાર્યકરો પર પસંદગી ઉતારી છે.








રાજકીય માહોલ ગરમાયો
કોંગ્રેસની આ યાદી જાહેર થતા જ જે-તે વોર્ડમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ થઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ૨૮ એપ્રિલે જાહેર થનારા પરિણામોમાં કોંગ્રેસનું આ ‘લિસ્ટ’ કેટલું સફળ સાબિત થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
ખેડા હાઈવે પર રુંવાડા ઉભા કરી દેતો અકસ્માત બેફામ થારે ઈકોને પાછળથી ફંગોળી, 10 મુસાફર લોહીલુહાણ




