Indigo Hikes Airfares: મોંઘી થઈ હવાઈ સફર ઇન્ડિગોએ ફ્યુઅલ ચાર્જ વધાર્યો, ડોમેસ્ટિક ફ્લાઇટમાં ₹950 અને ઇન્ટરનેશનલ ટિકિટમાં ₹10,000 સુધીનો વધારો

0
124
Indigo Hikes Airfares
Indigo Hikes Airfares

Indigo Hikes Airfares: જો તમે આગામી દિવસોમાં ક્યાંક બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારું બજેટ ખોરવાઈ શકે છે. દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોએ 18 દિવસમાં બીજી વાર ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમતો 2 એપ્રિલ, 2026ના રોજ રાત્રે 12:01 વાગ્યાથી લાગુ થઈ જશે.

Indigo Hikes Airfares

Indigo Hikes Airfares: શા માટે વધ્યું ભાડું?

એરલાઇન કંપનીના જણાવ્યા અનુસાર, આ વધારાનું મુખ્ય કારણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણમાં થયેલો તોતિંગ વધારો છે.

  • ગ્લોબલ ઇમ્પેક્ટ: છેલ્લા એક મહિનામાં ફ્યુઅલની કિંમતોમાં 130% થી વધુનો ઉછાળો આવ્યો છે.
  • નવી ડ્યુટી: રાજ્યસભામાં ATF પર ₹50 પ્રતિ લિટરની વધારાની એક્સાઇઝ ડ્યુટીનો પ્રસ્તાવ પસાર થતા એરલાઇન્સ પર બોજ વધ્યો છે.
Indigo Hikes Airfares

Indigo Hikes Airfares: ખિસ્સા પર કેટલી અસર પડશે?

ઇન્ડિગોએ અંતર મુજબ ફ્યુઅલ ચાર્જમાં ફેરફાર કર્યો છે, એટલે કે મુસાફરી જેટલી લાંબી, ટિકિટ એટલી જ મોંઘી:

  • ડોમેસ્ટિક ફ્લાઇટ્સ: મહત્તમ ₹950 સુધીનો વધારો.
  • ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ: મહત્તમ ₹10,000 સુધીનો વધારો.

Indigo Hikes Airfares: વૈશ્વિક સ્તરે પણ ભાડામાં વધારો

માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વભરની એરલાઇન્સ ઇંધણના ભાવવધારાથી પરેશાન છે:

  • એર ન્યુઝીલેન્ડ: લાંબા અંતરની ફ્લાઇટ્સમાં 90 ડોલરનો વધારો કર્યો.
  • હોંગકોંગ એરલાઇન્સ: ફ્યુઅલ સરચાર્જમાં 35.2% નો વધારો ઝીંક્યો.
  • ક્વાન્ટાસ અને SAS: ઓસ્ટ્રેલિયા અને યુરોપની આ કંપનીઓએ પણ ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે.
Indigo Hikes Airfares

નિષ્ણાતોનો મત

એરલાઇન્સના કુલ ઓપરેટિંગ ખર્ચમાં ઇંધણનો હિસ્સો 30% થી 40% જેટલો હોય છે. ઇંધણના ભાવમાં અચાનક આવેલા ઉછાળાને કારણે એરલાઇન્સ પાસે ગ્રાહકો પર બોજ નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. સરકારના નિયમ મુજબ અત્યારે ડોમેસ્ટિક ભાડા પર માત્ર 25% વધારાની જ છૂટ આપવામાં આવી છે, જેથી મુસાફરોને થોડી રાહત મળી શકે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 શિક્ષણ જગત માટે કલંક ખેડામાં નરાધમ શિક્ષકે ધોરણ 5ની બાળકીઓને બચકા ભરી કરી છેડતી, ગ્રામજનોનો ભારે રોષ