Home State Gujarat Shame on Humanity: શિક્ષણ જગત માટે કલંક ખેડામાં નરાધમ શિક્ષકે ધોરણ 5ની...

Shame on Humanity: શિક્ષણ જગત માટે કલંક ખેડામાં નરાધમ શિક્ષકે ધોરણ 5ની બાળકીઓને બચકા ભરી કરી છેડતી, ગ્રામજનોનો ભારે રોષ

0
276
Shame on Humanity
Shame on Humanity

Shame on Humanity: માતર તાલુકાના સિંજીવાડાની પીએમશ્રી પ્રાથમિક શાળામાં માનવતા મરે તેવી ઘટના બની છે. વિદ્યાના ધામમાં દીકરીઓને સુરક્ષા આપવાના બદલે એક હંગામી શિક્ષકે માસૂમ બાળકીઓ સાથે અશોભનીય વર્તન અને છેડતી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Shame on Humanity

Shame on Humanity: શું છે સમગ્ર ઘટના?

સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે ફરજ બજાવતા શિક્ષક અરુણ પટેલ પર આરોપ છે કે તેણે ધોરણ 5માં અભ્યાસ કરતી 3 થી 4 જેટલી બાળકીઓ સાથે છેડતી કરી હતી. પીડિત બાળકીના પરિવારે આક્ષેપ કર્યો છે કે નરાધમ શિક્ષકે બાળકીને પકડીને તેને બચકા ભર્યા હતા. એક બાળકી કોઈ રીતે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને ઘરે જઈને પરિવારને આપવીતી જણાવતા મામલો ગરમાયો હતો.

Shame on Humanity

Shame on Humanity: ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

આ ઘટનાની જાણ થતા જ આખું સિંજીવાડા ગામ રોષે ભરાયું હતું. ગ્રામજનો અને વાલીઓના ટોળેટોળા શાળાએ પહોંચ્યા હતા અને ત્યારબાદ ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. સરપંચ મનોજ રાઠોડે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “આવા નરાધમ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરતા ધ્રૂજી ઉઠે.”

Shame on Humanity

Shame on Humanity: પોલીસની તાત્કાલિક કાર્યવાહી

ઘટનાની ગંભીરતા જોતા લીંબાસી પોલીસ તુરંત એક્શનમાં આવી હતી.

  • આરોપીની અટકાયત: પોલીસે મુખ્ય આરોપી શિક્ષક અરુણ પટેલની અટકાયત કરી લીધી છે.
  • તપાસ શરૂ: ઇન્ચાર્જ પીઆઈ સોનલબેન ચાવડાએ જણાવ્યું કે, ફરિયાદ નોંધીને પીડિતોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
  • શાળાની ભૂમિકા: શાળાના મુખ્ય શિક્ષક લાલા પરમારે પણ વાલીઓ સાથે રહીને પોલીસ ફરિયાદમાં સહકાર આપ્યો છે.

બાળકોની સુરક્ષા પર સવાલ

જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે વાલીઓમાં ફાળ પડી છે. પીએમશ્રી જેવી આધુનિક શાળાઓમાં પણ જો દીકરીઓ સુરક્ષિત ન હોય, તો તે તંત્ર માટે મોટો સવાલ છે. ગ્રામજનોએ આ શિક્ષકને કાયમી ધોરણે બરતરફ કરી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રાજકોટમાં મહિલાઓ માટે સ્પેશિયલ ‘પિંક બસ’ સેવાનો પ્રારંભ, હવે સફર બનશે વધુ સુરક્ષિત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે