Home Stock Market Stock Market Update: બજારમાં બુલ રન: સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો, નિફ્ટી...

Stock Market Update: બજારમાં બુલ રન: સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો પ્રચંડ ઉછાળો, નિફ્ટી 22,900 ને પાર

0
274
Stock Market Update
Stock Market Update

Stock Market Update: નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ શેરબજારમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 1 એપ્રિલના રોજ ભારતીય શેરબજારમાં રોકાણકારોની જબરદસ્ત ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરો તરફ આગળ વધી રહ્યા છે.

Stock Market Update:  બજારની આજની સ્થિતિ

Stock Market Update
  • સેન્સેક્સ: 1800 પોઈન્ટ (2.60%) ના ઉછાળા સાથે 73,800 ના સ્તરે.
  • નિફ્ટી: 550 પોઈન્ટ (2.50%) વધીને 22,900 ની સપાટી વટાવી.
  • કયા સેક્ટરમાં તેજી: આજે ખાસ કરીને ઓટો, IT, મેટલ અને બેન્કિંગ શેરોમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળ્યો છે.

Stock Market Update:  તેજી પાછળના 2 મુખ્ય કારણો

1. મિડલ ઈસ્ટમાં શાંતિના સંકેત: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદને વૈશ્વિક બજારમાં ઉત્સાહ ભરી દીધો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સાથેનું યુદ્ધ આગામી 2-3 અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે, કારણ કે અમેરિકાએ તેનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. આ સમાચારથી યુદ્ધના ભય વચ્ચે રાહત મળી છે.

2. ગ્લોબલ માર્કેટમાં ‘ગ્રીન સિગ્નલ’: વૈશ્વિક બજારોમાં જોવા મળેલી તેજીની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. જાપાનનો નિક્કેઈ 4% અને સાઉથ કોરિયાનો કોસ્પી 6% જેટલો ઉછળ્યો છે, જેનાથી ભારતીય રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે.

Stock Market Update:  એશિયન અને અમેરિકી બજારોની સ્થિતિ

  • જાપાન (Nikkei): +4% (53,160)
  • સાઉથ કોરિયા (Kospi): +6% (5,370)
  • અમેરિકા (Dow Jones): ગત રાત્રે 1,125 પોઈન્ટના વધારા સાથે બંધ.

 પાછલા સત્રની સરખામણી

ઉલ્લેખનીય છે કે, 30 માર્ચે બજારમાં 1636 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને 31 માર્ચે રજા હતી. પરંતુ આજે બજારે વ્યાજ સાથે તમામ નુકસાનની ભરપાઈ કરી લીધી છે.

આ પણ વાંચો :ગુજરાત કૃષિ વિભાગમાં મોટો ફેરબદલ: 46 અધિકારીઓની બદલી અને 18ને પ્રમોશન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે