HomeAhmedabadAlcohol 'Cottage Industry' in Ahmedabad: અમદાવાદ સાબરમતીમાં જાણે 'ગૃહ ઉદ્યોગ' ચાલતો હોય...

Alcohol ‘Cottage Industry’ in Ahmedabad: અમદાવાદ સાબરમતીમાં જાણે ‘ગૃહ ઉદ્યોગ’ ચાલતો હોય તેમ ઘરમાં જ દેશી દારૂનું પેકિંગ, મહિલાઓ સાથે બુટલેગરનો વીડિયો વાયરલ

Alcohol ‘Cottage Industry’ in Ahmedabad: ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને મહિલાઓ સાથે મળીને દેશી દારૂની પોટલીઓ બનાવતો કેમેરામાં કેદ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે.

Alcohol 'Cottage Industry' in Ahmedabad

Alcohol ‘Cottage Industry’ in Ahmedabad: જાહેરમાં દારૂનું પેકિંગ: પોલીસના ડર વગર બુટલેગરો બેફામ

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, બુટલેગર ભરત ઠાકોર પોતાના ઘરમાં બે મહિલાઓ અને અન્ય એક શખ્સ સાથે મળીને મોટા પાયે દેશી દારૂનું પેકિંગ કરી રહ્યો છે. જાણે કોઈ કાયદેસરનો ગૃહ ઉદ્યોગ ચાલતો હોય તેમ નિરાંતે પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂ ભરવામાં આવી રહ્યો હતો. આ દ્રશ્યોએ સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દારૂનો કાળો કારોબાર ધમધમતો હોવાની આશંકા પ્રબળ બનાવી છે.

Alcohol 'Cottage Industry' in Ahmedabad

Alcohol ‘Cottage Industry’ in Ahmedabad: સાબરમતી પોલીસ ફરી વિવાદમાં

નોંધનીય છે કે, સાબરમતી પોલીસ સ્ટેશન અગાઉ પણ દારૂના મામલે વિવાદોમાં રહી ચૂક્યું છે:

  • અગાઉની ઘટના: બે મહિના પહેલા જ રેલવે બ્રિજ નીચે સોફા અને બેઠકની વ્યવસ્થા સાથે ‘બાર’ જેવો દારૂનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
  • તાજી ઘટના: ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં દારૂના જથ્થાનું પેકિંગ થતું હોવાના વીડિયોએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Alcohol 'Cottage Industry' in Ahmedabad

Alcohol ‘Cottage Industry’ in Ahmedabad: પોલીસની કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસ

વીડિયો વાયરલ થયા બાદ સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતા મુખ્ય બુટલેગર ભરત ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, વારંવાર એક જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પકડાતા હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ હવે સ્થાનિક પીઆઈ સામે પણ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

:લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના મોત, ગૂંગળામણથી પરિવારે જીવ ગુમાવ્યા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments