No Recommendations Allowed: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. વડોદરા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્ય ગુજરાત ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વડોદરા સહિત પંચમહાલ, મહીસાગર, દાહોદ અને ખેડા જિલ્લાના સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
No Recommendations Allowed: વિકાસના કામો જન-જન સુધી પહોંચાડવા આદેશ

બેઠકમાં સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષે તમામ કાર્યકરો અને હોદ્દેદારોને અત્યારથી જ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જવા આહવાન કર્યું હતું. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સક્રિય બનો. આ બેઠકમાં ગોરધન ઝડફીયા, જશવંતસિંહ ભાભોર, અને સાંસદ ડૉ. હેમાંગ જોષી જેવા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
No Recommendations Allowed: “નો ભલામણ” MP-MLA નું લોબિંગ નહીં ચાલે?
બેઠક શરૂ થાય તે પહેલા કાર્યકરોમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું. ગાંધીનગરથી થયેલી જાહેરાત મુજબ, આ વખતે સ્થાનિક ચૂંટણીઓમાં ધારાસભ્યો કે સાંસદોની ભલામણ ધ્યાને લેવામાં આવશે નહીં. આ નિર્ણયને કારણે ટીકિટ વાંચ્છુઓમાં ફફડાટ જોવા મળ્યો છે. “કોની પાસે લોબિંગ કરાવવું?” તે પ્રશ્ન હાલ કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
No Recommendations Allowed: મોંઘવારી અને અછતની અફવાઓ વચ્ચે રણનીતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓને કારણે લોકોમાં જે પરેશાની છે, તેને ખાળવા અને ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે કેવી રણનીતિ અપનાવવી તે અંગે ગહન મંથન થયું હોવાનું મનાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : અમિત શાહનો મમતા સરકાર પર આકરો પ્રહાર: 15 વર્ષના ‘કાળા કામો’ની ચાર્જશીટ જાહેર કરી, ‘વિક્ટિમ કાર્ડ’ પર સાધ્યું નિશાન




