IPL 2026: આઈપીએલ 2026ની રણભેરી વાગે તે પહેલા જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના છાવણીમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એમએસ ધોની (MS Dhoni) સ્નાયુઓમાં ખેંચાણ (Calf Strain) ને કારણે ટૂર્નામેન્ટના શરૂઆતના 2 અઠવાડિયા સુધી મેદાનમાં ઉતરી શકશે નહીં. CSK એ સત્તાવાર સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી શેર કરી છે.
IPL 2026: કઈ મેચો ગુમાવશે ધોની?
ધોની હાલમાં રિહેબિલિટેશન પ્રોસેસ હેઠળ છે. જો તેઓ પૂરા 14 દિવસ બહાર રહે છે, તો CSK ને તેમની ગેરહાજરીમાં આ મહત્વની મેચો રમવી પડશે:
- 30 માર્ચ: રાજસ્થાન રોયલ્સ સામે (ગુવાહાટી)
- 3 એપ્રિલ: પંજાબ કિંગ્સ સામે (ચેન્નઈ)
- 5 એપ્રિલ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે (બેંગલુરુ) – આ એ મેચ છે જેની ફેન્સ સૌથી વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
જો રિકવરી ઝડપી રહી, તો ધોની 11 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વાપસી કરી શકે છે.
IPL 2026: 44 વર્ષની ઉંમરે પણ મેદાનમાં જંગ
ધોની IPL 2026 ના સૌથી વયસ્ક ખેલાડી છે. 44 વર્ષની ઉંમરે પણ તેઓ માર્ચની શરૂઆતથી ચેન્નઈ પહોંચી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ગત સીઝન (IPL 2025) માં ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતા ધોનીએ ફરીથી કપ્તાની સંભાળી હતી અને 4 માંથી 3 મેચ જીતાડી હતી, જોકે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લે રહી હતી.
ધોનીનો અતૂટ રેકોર્ડ
આઈપીએલ ઈતિહાસમાં ધોની સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે:
- કુલ મેચ: 278
- રન: 5439 (સરેરાશ 38.30)
- વિકેટકીપિંગ: 154 કેચ અને 47 સ્ટમ્પિંગ
- ટાઈટલ: CSK ને 5 વખત ચેમ્પિયન બનાવ્યું.
તમિલનાડુમાં ચૂંટણી છતાં ચેન્નઈમાં જ રમાશે મેચ
CSK ના સીઈઓ વિશ્વનાથને સ્પષ્ટ કર્યું છે કે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી હોવા છતાં, ટીમની તમામ હોમ મેચો ચેન્નઈમાં જ રમાશે. આ સાથે જ તેમણે ટીમમાં રહેલા વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ સંજુ સેમસન અને શિવમ દુબેના ફોર્મ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો :જોજિલા પાસ પર કુદરતનો પ્રકોપ: શ્રેણીબદ્ધ હિમસ્ખલનમાં 7ના મોત, ડઝનબંધ વાહનો બરફ નીચે દબાયા




