HomeDeshMarket Recovery Alert: શેરબજારના રોકાણકારો માટે 'સુપર ટ્યુઝડે' ટ્રમ્પની એક જાહેરાતથી ગ્લોબલ...

Market Recovery Alert: શેરબજારના રોકાણકારો માટે ‘સુપર ટ્યુઝડે’ ટ્રમ્પની એક જાહેરાતથી ગ્લોબલ માર્કેટમાં ધિંગાણો ઉછાળો, જાણો આવતીકાલે સેન્સેક્સમાં કેટલી તેજી આવશે?

Market Recovery Alert: મિડલ ઈસ્ટમાં યુદ્ધના વાદળો વચ્ચે ભારતીય રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના સંભવિત હુમલા ૫ દિવસ માટે ટાળવાની જાહેરાત કરતા જ વૈશ્વિક બજારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Market Recovery Alert:  Gift Nifty માં 700 પોઈન્ટનો તોતિંગ ઉછાળો

Market Recovery Alert

ભારતીય શેરબજાર આજે (૨૩ માર્ચ) ૨.૪૬% ના ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ બજાર બંધ થયા બાદ ટ્રમ્પની જાહેરાતે આખું ચિત્ર બદલી નાખ્યું છે. Gift Nifty માં અંદાજે 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જે સંકેત આપે છે કે આવતીકાલે મંગળવારે ભારતીય બજાર (સેન્સેક્સ-નિફ્ટી) ગેપ-અપ ઓપનિંગ સાથે નવી ઊંચાઈ સર કરી શકે છે.

Market Recovery Alert:  અમેરિકી બજારોમાં તેજીનું તોફાન

ટ્રમ્પની શાંતિ મંત્રણાની વાતને પગલે અમેરિકી ફ્યુચર્સ માર્કેટમાં જોરદાર લેવાલી નીકળી છે:

  • Dow Jones Futures: 767 પોઈન્ટ (1.67%) નો ઉછાળો.
  • S&P 500 & Nasdaq-100: બંનેમાં 1.50% થી વધુની તેજી.

 ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો

Market Recovery Alert

યુદ્ધના ડરથી જે ક્રૂડ ઓઈલ ૧૧૪ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું, તે ટ્રમ્પની જાહેરાત બાદ નીચે આવ્યું છે. તેલના ભાવ ઘટવાથી ભારત જેવા આયાતકાર દેશોને મોટી રાહત મળશે અને મોંઘવારી ઘટવાની આશાએ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બન્યું છે.

Market Recovery Alert: આજે બજાર કેમ ઘટ્યું હતું? (૨૩ માર્ચની સ્થિતિ)

આજે દિવસ દરમિયાન યુદ્ધના ભયને કારણે રોકાણકારોએ પાયમાલી જોઈ હતી:

  • સેન્સેક્સ: 1,837 પોઈન્ટ તૂટીને 72,696 પર બંધ.
  • નિફ્ટી: 602 પોઈન્ટ ઘટીને 22,513 પર બંધ.
  • FIIs ની વેચવાલી: વિદેશી રોકાણકારોએ માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ₹86,780 કરોડ પાછા ખેંચ્યા છે.

રોકાણકારો માટે હવે શું?

નિષ્ણાતોના મતે, ટ્રમ્પની ૫ દિવસની મહેતલ અને વાતચીતનો સંકેત બજાર માટે ‘બૂસ્ટર ડોઝ’ સમાન છે. જો આવતીકાલે એશિયન બજારો પણ આ તેજીને ટેકો આપશે, તો ભારતીય શેરબજારમાં ટૂંકા ગાળામાં રિકવરી જોવા મળી શકે છે.

વધુ સમાચાર માટેઅંહી ક્લિક કરો : મિડલ ઈસ્ટમાં મોટું અપડેટ ટ્રમ્પનું 5 દિવસનું ‘સીઝફાયર’, પણ ઈરાનનો ઈનકાર અને કચ્છમાં મોંઘવારીનો માર!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments