Step Towards UCC in Gujarat: ગુજરાતમાં UCC તરફ મક્કમ ડગ: કમિટીએ CM ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો ફાઈનલ રિપોર્ટ, 24 માર્ચે વિધાનસભામાં બિલ આવવાની શક્યતા

0
141
Step Towards UCC in Gujarat
Step Towards UCC in Gujarat

Step Towards UCC in Gujarat: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) લાગુ કરવાની દિશામાં આજે એક નિર્ણાયક વળાંક આવ્યો છે. જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. આ રિપોર્ટના આધારે હવે રાજ્ય સરકાર આગામી 24 માર્ચે વિધાનસભાના ગૃહમાં UCC બિલ રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે.https://x.com/Bhupendrapbjp

Step Towards UCC in Gujarat

Step Towards UCC in Gujarat: રિપોર્ટમાં કયા મુદ્દાઓ પર અપાયો ભાર?

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની સમિતિએ રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત અને જનસંપર્ક બાદ આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ આવરી લેવાયા છે:

  • સમાન કાયદો: લગ્ન, છૂટાછેડા (ડિવોર્સ), વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા વિષયો પર તમામ ધર્મો અને સમુદાયો માટે એક સમાન કાયદાકીય માળખું.
  • મહિલા સશક્તિકરણ: ડ્રાફ્ટમાં મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
  • સાંસ્કૃતિક વિવિધતા: ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અને પરંપરાઓને ધ્યાનમાં રાખીને ભલામણો કરવામાં આવી છે.

Step Towards UCC in Gujarat: વિધાનસભામાં બિલ લાવવાની તૈયારી

આજે સાંજે 5 વાગ્યે મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ રિપોર્ટ અને આગામી વિધેયકો અંગે વિસ્તૃત ચર્ચા થશે. સરકાર UCC સહિત કુલ 4 મહત્વના વિધેયકો લાવવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર 25 માર્ચ સુધી ચાલવાનું છે, ત્યારે સત્રના અંતિમ દિવસોમાં એટલે કે 24 માર્ચે આ ઐતિહાસિક બિલ ગૃહમાં રજૂ થઈ શકે છે.

કમિટીની સફર

નોંધનીય છે કે, 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ આ કમિટીની રચના કરવામાં આવી હતી. એક વર્ષથી વધુ સમયના ઊંડા અભ્યાસ અને લોકોના અભિપ્રાયો મેળવ્યા બાદ આજે આ અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો છે. જો આ બિલ પસાર થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બની શકે છે જે UCC લાગુ કરે.

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું? દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે.

પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે.

ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી શું બદલાયું?

ઉત્તરાખંડમાં યુનિફોર્સ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજિસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયો છે. ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફાર થવાની શક્યતા છે.

6 મહિનાની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે યુસીસી લાગુ થતાં જ બધાં લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આ દિવસથી થનારાં બધાં લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે.

લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતાં યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણપોષણની માગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓને અપાશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.

પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલાં બાળકો અથવા લિવ-ઇન સંબંધો દ્વારા જન્મેલાં બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો હશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :વડોદરામાં હૃદયદ્રાવક ઘટના 4 બાળકોની માતાએ વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન