Home State Gujarat Rajkot news:ભેળસેળિયાઓ પર હવે રાજકોટમાં જ કસાશે લગામ: TRP ગેમઝોન પાસે ₹4.60...

Rajkot news:ભેળસેળિયાઓ પર હવે રાજકોટમાં જ કસાશે લગામ: TRP ગેમઝોન પાસે ₹4.60 કરોડના ખર્ચે બનશે હાઈટેક ફૂડ લેબ અને હેલ્થ સેન્ટર

0
320
Rajkot news
Rajkot news

Rajkot news: શહેરમાં ખાણી-પીણીમાં થતી ભેળસેળ રોકવા અને નાગરિકોને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કાલાવડ રોડથી નાનામવા રોડ વચ્ચે, TRP ગેમઝોન નજીક અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી અને આરોગ્ય સુવિધા ભવનનું નિર્માણ કરવામાં આવશે.

Rajkot news: વડોદરાના રિપોર્ટની જોવી નહીં પડે રાહ

અત્યાર સુધી રાજકોટના ફૂડ વિભાગ દ્વારા લેવાતા નમૂના ચકાસણી માટે વડોદરા મોકલવા પડતા હતા, જેનો રિપોર્ટ આવતા બે-ત્રણ મહિનાનો સમય લાગતો હતો.

  • ઝડપી કામગીરી: નવી લેબ શરૂ થતા હવે માત્ર 2 થી 3 દિવસમાં જ રિપોર્ટ મળી જશે.
  • ત્વરિત પગલાં: રિપોર્ટ વહેલો આવવાથી ભેળસેળ કરનારા તત્વો સામે તુરંત કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.

Rajkot news: બિલ્ડિંગનું માળખું: શું હશે સુવિધાઓ?

Rajkot news

આ ત્રણ માળના ભવનને આરોગ્ય અને સુરક્ષાના હેતુથી ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે:

  • ગ્રાઉન્ડ ફ્લોર (આરોગ્ય સેવા): અહીં ઇમરજન્સીમાં સારવાર માટે 3 બેડ, 2 કન્સલ્ટેશન રૂમ, મેડિકલ સ્ટોર અને રસીકરણ રૂમ જેવી સુવિધાઓ હશે. અકસ્માત સમયે લોકોને અહીં તાત્કાલિક સારવાર મળી શકશે.
  • પ્રથમ માળ (ફૂડ લેબ): આ માળ સંપૂર્ણપણે ખાદ્ય સુરક્ષાને સમર્પિત રહેશે. અહીં 3 હાઈ-ટેક લેબ, કેમિકલ સ્ટોર અને હોટલ માલિકો માટે ટ્રેનિંગ રૂમ પણ બનાવવામાં આવશે.
  • બીજો માળ (વોટર ટેસ્ટિંગ): પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે અહીં 2 સ્પેશિયલ વોટર ટેસ્ટિંગ રૂમ હશે, જેથી રોગચાળાને અટકાવી શકાય.

 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય

મહાનગરપાલિકાએ આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દીધા છે. અંદાજે ₹4.60 કરોડ (GST સિવાય) ના ખર્ચે તૈયાર થનારા આ ભવનને બનાવવાની સમયમર્યાદા 18 મહિના નક્કી કરવામાં આવી છે. ‘A’ ક્લાસના કોન્ટ્રાક્ટરો આ માટે બિડિંગ કરી શકશે.

આ પણ વાંચો :જેતપુરમાં 118ની સ્પીડે રીલ્સ બનાવી અને ગણતરીની મિનિટોમાં નવી નક્કોર કારનો કચડઘાણ, 20 વર્ષીય યુવકનું મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે