Big News for Farmers:આવતીકાલે PM મોદી 22મો હપ્તો જાહેર કરશે, 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં આવશે ₹2000

0
80
Big News for Farmers
Big News for Farmers

Big News for Farmers:દેશના કરોડો ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર, 13 માર્ચ 2026ના રોજ ‘પીએમ કિસાન સન્માન નિધિ’ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરશે. અસમના ગુવાહાટી ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં પીએમ મોદી રિમોટનું બટન દબાવીને દેશના 9.32 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ₹2,000 ટ્રાન્સફર કરશે.

Big News for Farmers:લિસ્ટમાં મોટો ફેરફાર: 1 કરોડથી વધુ નામ કપાયા

Big News for Farmers

સરકાર દ્વારા લાભાર્થીઓની યાદીમાં ચુસ્ત ચકાસણી કરવામાં આવી છે. જે ખેડૂતો આ યોજનાના નિયમો મુજબ પાત્ર નહોતા, તેવા અંદાજે 1.12 કરોડ ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ઓગસ્ટ-નવેમ્બર 2025ના હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા 9.35 કરોડ હતી, જે હવે ઘટીને 9.32 કરોડ થઈ છે.

Big News for Farmers:હપ્તો મેળવવા માટે e-KYC ફરજિયાત

જો તમને હજુ સુધી હપ્તો મળ્યો નથી, તો તેનું મુખ્ય કારણ e-KYC હોઈ શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે:

  1. ઓનલાઈન: ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર OTP દ્વારા e-KYC કરી શકે છે.
  2. ઓફલાઈન: જો મોબાઈલમાં સમસ્યા હોય, તો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને બાયોમેટ્રિક દ્વારા e-KYC કરાવી શકાય છે.

તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે ચેક કરો:

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • ‘Beneficiary List’ સેક્શનમાં જઈ તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • ‘Get Report’ પર ક્લિક કરતા જ તમારા ગામના તમામ પાત્ર ખેડૂતોની યાદી દેખાશે.
  • તમે તમારા આધાર નંબર કે મોબાઈલ નંબર દ્વારા ‘Beneficiary Status’ પણ જાણી શકો છો.

યોજનાનો હેતુ

વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના ત્રણ સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં (DBT દ્વારા) જમા કરવામાં આવે છે.

આ પણ વાંચો :LPG સંકટ પર PM મોદી એક્શન મોડમાં: મંત્રીઓને અફવા ફેલાવનારાઓ પર કડક નજર રાખવા આદેશ, કહ્યું- ‘જનતામાં ડર પેદા કરનારા તત્વોને રોકો’