Amit Shah Defends Speaker: લોકસભામાં ગરમાવો: ‘સ્પીકર કોઈ પક્ષના નહીં, સમગ્ર ગૃહના હોય છે’, અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહનો વિપક્ષને જડબાતોડ જવાબ

0
137
Amit Shah Defends Speaker
Amit Shah Defends Speaker

Amit Shah Defends Speaker: સંસદના બજેટ સત્ર 2026માં લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા શાહે વિપક્ષની આકરી નિંદા કરી હતી અને સ્પીકરના અધિકારોનું સમર્થન કર્યું હતું.

Amit Shah Defends Speaker

Amit Shah Defends Speaker: અમિત શાહના સંબોધનના મુખ્ય અંશ:

  • સ્પીકરની સર્વોપરિતા: ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, “સ્પીકર કોઈ એક પક્ષના નથી હોતા, તેઓ સમગ્ર ગૃહના કસ્ટોડિયન અને લોકશાહીના રક્ષક છે. તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવવો એ સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક ઘટના છે.”
  • નિયમોનું પાલન કરાવવાનો અધિકાર: ગૃહમાં થતી ગેરશિસ્ત અંગે ટાંકતા તેમણે કહ્યું કે, જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડે છે કે અસંસદીય વર્તન કરે છે, ત્યારે સ્પીકરને તેમને રોકવાનો, ટોકવાનો અને સસ્પેન્ડ કરવાનો સંપૂર્ણ બંધારણીય અધિકાર છે.
  • ન્યાયતંત્રની દખલ નહિ: શાહે યાદ અપાવ્યું કે સ્પીકરના નિર્ણયોમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે બંધારણે તેમને સ્વાયત્ત રક્ષણ આપ્યું છે.

ઐતિહાસિક સંદર્ભ અને ટીકા

ગૃહમંત્રીએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, “અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ આવો પ્રસ્તાવ નથી લાવ્યા.” તેમણે 1954માં માવલંકર વિરુદ્ધના પ્રસ્તાવનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના આ પગલાને દેશની બદનામી ગણાવી હતી.

Amit Shah Defends Speaker: પ્રસ્તાવ પર 10 કલાકની ચર્ચા

નોંધનીય છે કે આ પ્રસ્તાવ પર કુલ 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે. વિપક્ષે સ્પીકરની તટસ્થતા પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે સત્તાપક્ષે તેને લોકશાહીના અપમાન સમાન ગણાવ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

LPG અછતની અફવાઓ પર કેન્દ્રની સ્પષ્ટતા ‘70% પુરવઠો અન્ય રૂટથી ભારત પહોંચ્યો, પેનિક બુકિંગ ન કરો’