HomeDeshWar Hits the Pocket:યુદ્ધની આગ હવે ભારતની આર્થિક નસ સુધી: હોર્મુઝ બ્લોક...

War Hits the Pocket:યુદ્ધની આગ હવે ભારતની આર્થિક નસ સુધી: હોર્મુઝ બ્લોક થતા 90 લાખ ભારતીયો પર લટકતી તલવાર

War Hits the Pocket:નવી દિલ્હી / તેહરાન: 28 ફેબ્રુઆરી 2026ની એ સવાર દુનિયા માટે આર્થિક ભૂકંપ લઈને આવી છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા ભીષણ બોંબમારા બાદ હવે મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ પ્રબળ બની છે. આ યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહ્યું, પણ તેની સીધી અસર હવે ભારતીયોના ખિસ્સા અને રસોડા સુધી પહોંચી ગઈ છે.

War Hits the Pocket:સત્તા પરિવર્તન અને વધતી કટ્ટરતા

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નિધન બાદ સત્તાની બાગડોર તેમના પુત્ર મોજતબા ખામેનીએ સંભાળી છે. નિષ્ણાતોના મતે મોજતબા તેમના પિતા કરતા પણ વધુ કટ્ટર છે. IRGC (ઈરાની આર્મી) ના ટેકાથી સત્તા પર આવેલા મોજતબાએ પદ સંભાળતાની સાથે જ દુનિયાની આર્થિક નસ સમાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બ્લોક કરી દીધી છે.

War Hits the Pocket

War Hits the Pocket:તેલના ભાવમાં ભડકો: $72થી સીધા $140

હોર્મુઝનો જળમાર્ગ બંધ થતા વિશ્વના ક્રૂડ ઓઈલ સપ્લાયને લકવો મારી ગયો છે. દુનિયાનું 20-25% તેલ આ માર્ગેથી પસાર થાય છે. પરિણામે, તેલના ભાવ રાતોરાત 72 ડોલરથી વધીને 140 ડોલર સુધી પહોંચી ગયા છે. જોકે, ઈરાને માત્ર ચીની જહાજોને જ રસ્તો આપવાની જાહેરાત કરી છે, જે ભારત જેવા દેશો માટે ચિંતાનો વિષય છે.

War Hits the Pocket:ભારત માટે કયા મોટા જોખમો?

યુદ્ધની આ સ્થિતિમાં ભારત અત્યારે ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં છે, પણ જોખમો અનેક છે:

  • 90 લાખ ભારતીયોની સુરક્ષા: ગલ્ફ દેશોમાં વસતા 90 લાખ ભારતીયોનું ભવિષ્ય જોખમમાં છે. જો સ્થિતિ વધુ બગડશે તો આ ઈતિહાસનું સૌથી મોટું સ્થળાંતર બની શકે છે.
  • આર્થિક નુકસાન: ભારતને દર વર્ષે ગલ્ફમાંથી $50-60 બિલિયનનું રેમિટન્સ મળે છે. યુદ્ધને કારણે ભારતની જીડીપીમાં 1-5% સુધીનો ફટકો પડી શકે છે.
  • ચાબહાર પોર્ટ: ભારતે જે ચાબહાર પોર્ટમાં $122 મિલિયનનું રોકાણ કર્યું છે, તે અત્યારે અનિશ્ચિતતાના માર્ગે છે.
unnamed 4 1

War Hits the Pocket:ભારતની ન્યુટ્રલ ડિપ્લોમસી સામે પડકાર

અમેરિકા અને ઈઝરાયલ ભારત પર દબાણ કરી રહ્યા છે કે તે તેમની લશ્કરી સુવિધાઓ માટે ભારતીય બંદરોનો ઉપયોગ કરવા દે. જો ભારત ‘લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ’ (LEMOA) હેઠળ આ મંજૂરી આપે, તો ભારત સીધું જ યુદ્ધમાં ભાગીદાર બની જશે અને તેની તટસ્થ છબી ખરડાશે.

અમેરિકાનો સ્વાર્થ?

એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકા ‘નિયો કોલોનિઝમ’ (નવીન વસાહતવાદ) ની નીતિ અપનાવી રહ્યું છે. એકબાજુ તે ઈરાન પર હુમલો કરી રહ્યું છે, તો બીજી બાજુ વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર હોવાથી મોંઘા ભાવે ગેસ વેચીને અબજોનો નફો કમાઈ રહ્યું છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદી હત્યા કેસ: પશ્ચિમ બંગાળમાં બે આરોપીઓની ધરપકડ, મેઘાલય બોર્ડરથી ભારતમાં ઘૂસ્યા હતા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments