T20WorldCup2026:નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સુવર્ણ અક્ષરે ઈતિહાસ લખાઈ ગયો છે. વર્ષ 2023ની વનડે વર્લ્ડ કપની ફાઈનલની હારનો ગમ ભુલાવીને ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી કારમી હાર આપી T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. રોમાંચક ફાઈનલમાં ભારતે પ્રભુત્વ જમાવીને સાબિત કરી દીધું કે શા માટે તેઓ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે.
T20WorldCup2026:મેચનો ચિતાર: ભારતનો પહાડ જેવો સ્કોર
અમદાવાદના મેદાન પર ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જે વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસનો હાઈએસ્ટ સ્કોર છે.
જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે લાચાર દેખાઈ હતી અને માત્ર 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
T20WorldCup2026:બુમરાહનો ‘પંજો’ અને સંજુનો જાદુ

- પ્લેયર ઓફ ધ મેચ: જસપ્રીત બુમરાહે માત્ર 15 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી.
- પ્લેયર ઓફ ધ સિરીઝ: આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો. તેણે 5 મેચમાં 3 અડધી સદીની મદદથી કુલ 321 રન બનાવ્યા હતા.
T20WorldCup2026:કેપ્ટન સૂર્યાની ભાવુક પ્રતિક્રિયા

જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, “અમદાવાદના આ મેદાન પર ટ્રોફી ઉઠાવવી એ એક અલગ જ અહેસાસ છે. 2024માં બીસીસીઆઈએ મારા પર જે વિશ્વાસ મૂક્યો હતો, આજે તેનું પરિણામ આપણી સામે છે. આ આખી ટીમની મહેનત છે.”
આ જીત સાથે બન્યા આ 3 મોટા રેકોર્ડ:
- વર્લ્ડ કપ ફાઈનલનો હાઈએસ્ટ સ્કોર: ભારતે બનાવેલા 255 રન હવે કોઈપણ T20 વર્લ્ડ કપ ફાઈનલનો સૌથી મોટો સ્કોર છે.
- સૌથી મોટી જીત: 96 રનથી મળેલી આ જીત ફાઈનલના ઈતિહાસની રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે.
- ન્યૂઝીલેન્ડની સૌથી મોટી હાર: ફાઈનલ જેવી મહત્વની મેચમાં કીવી ટીમની આ અત્યાર સુધીની સૌથી શરમજનક હાર છે.
આ પણ વાંચો :વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલની ઇનામી રકમ




