Home State Gujarat Dabba Trading Racket:CP ઓફિસથી 600 મીટર દૂર ચાલતું ‘ડબ્બા ટ્રેડિંગ’ પકડાયું, કુખ્યાત...

Dabba Trading Racket:CP ઓફિસથી 600 મીટર દૂર ચાલતું ‘ડબ્બા ટ્રેડિંગ’ પકડાયું, કુખ્યાત રાકેશ પોપટ સહિત 3ની ધરપકડ

0
300
Dabba Trading
Dabba Trading

Dabba Trading Racket:રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીની નજીક જ ધમધમતા ગેરકાયદેસર શેરબજાર એટલે કે ‘ડબ્બા ટ્રેડિંગ’ પર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દરોડો પાડ્યો છે. યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલ સામે આવેલ માધવ કોમ્પ્લેક્સમાં ચાલતા આ કાળા કારોબારનો પર્દાફાશ કરી પોલીસે અઠવાડિયામાં અંદાજે ₹20 કરોડના સોદાનો પર્દાફાશ કર્યો છે.

Dabba Trading Racket:દરોડાની વિગત અને ધરપકડ

SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઓફિસ નંબર 108-109માં રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે:

  • રાકેશ ધીરજલાલ પોપટ (સૌરાષ્ટ્રનો કુખ્યાત ડબ્બા ટ્રેડર)
  • મુકેશ મીઠાભાઈ વીરડીયા
  • મહેશ રવજીભાઈ પરમાર જ્યારે મુખ્ય ભાગીદાર મિહિર મનોજભાઈ કલ્યાણી સહિત કુલ 6 શખ્સો હજુ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Dabba Trading Racket:₹19 લાખનો મુદ્દામાલ જપ્ત

Dabba Trading Racket

પોલીસે સ્થળ પરથી અનેક ચીજવસ્તુઓ કબજે કરી છે:

  • રોકડ રકમ: ₹1,72,000
  • વાહન: કાળા કલરની ટોયોટા હાઈરાઈડર કાર
  • ગેજેટ્સ: 4 આઈફોન સહિત કુલ 5 મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સિસ્ટમ
  • કુલ મુદ્દામાલ: ₹18.89 લાખ

મોડસ ઓપરેન્ડી: 20 કરોડના સોદા અને આંગડિયા પેઢીનો ઉપયોગ

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ‘મેટા ટ્રેડર ફાઈવ’ (MetaTrader 5) નામની એપ્લિકેશન દ્વારા કોઈ પણ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે શેર અને સોના-ચાંદીના સોદા પાડતા હતા.

  • ડેટા ડિલીટ કરવાની ટ્રિક: આરોપીઓ દર અઠવાડિયે સોદાનો ડેટા ડિલીટ કરી દેતા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં જ 20 કરોડના સોદા થયા હોવાના પુરાવા પોલીસને મળી આવ્યા છે.
  • પેમેન્ટ: હાર-જીતના પૈસાની લેતી-દેતી બેંક એકાઉન્ટ તેમજ આંગડિયા પેઢી મારફત કરવામાં આવતી હતી.

પોલીસની નિષ્ફળતા?

Dabba Trading Racket

રાજકોટ પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 600 મીટરના અંતરે છેલ્લા ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું. તેમ છતાં સ્થાનિક પોલીસને ગંધ ન આવતા અને ગાંધીનગરની SMC ટીમે કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. આરોપીઓ વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ગૌ-હત્યા સામે ઝીરો ટોલરન્સ: 18 ગુનેગારોને આજીવન કેદ, દુધરેજ ધામના વિકાસ માટે હર્ષ સંઘવીએ ₹6.50 કરોડ ફાળવ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે