Apple Launches iPhone 17e in India:ભારતમાં લોન્ચ થયો સૌથી સસ્તો iPhone 17e અને M4 ચિપસેટ વાળો નવો iPad Air

0
124
iPhone 17e
iPhone 17e

Apple Launches iPhone 17e in India:એપલે 2 માર્ચના રોજ વૈશ્વિક સ્તરે તેની પ્રોડક્ટ લાઇનઅપમાં મોટો વધારો કર્યો છે. કંપનીએ તેની 17 સિરીઝનો સૌથી એફોર્ડેબલ સ્માર્ટફોન iPhone 17e અને પ્રોફેશનલ યુઝર્સ માટે M4 પ્રોસેસર ધરાવતો નવો iPad Air રજૂ કર્યો છે.

Apple Launches iPhone 17e in India:iPhone 17e: કિંમત અને ઉપલબ્ધતા

Apple Launches iPhone 17e in India
  • કિંમત: ₹64,900 થી શરૂ (256GB વેરિઅન્ટ).
  • બુકિંગ: 4 માર્ચ, સાંજે 7:45 વાગ્યાથી શરૂ.
  • વેચાણ: 11 માર્ચથી સ્ટોર્સ પર ઉપલબ્ધ.
  • કલર ઓપ્શન્સ: સોફ્ટ પિંક, વ્હાઇટ અને બ્લેક.

iPhone 17e ના દમદાર ફીચર્સ

  1. ડિસ્પ્લે અને ડિઝાઇન: 6.1-ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે. સુરક્ષા માટે ‘સિરામિક શીલ્ડ 2’નો ઉપયોગ કરાયો છે, જે સ્ક્રેચ સામે 3 ગણી વધુ સુરક્ષા આપે છે.
  2. પર્ફોર્મન્સ: આ ફોન લેટેસ્ટ A19 ચિપસેટ પર ચાલે છે. કંપનીનો દાવો છે કે તે iPhone 11 કરતા 2 ગણો વધુ ઝડપી છે.
  3. કેમેરા: તેમાં 48MP ફ્યુઝન કેમેરા આપવામાં આવ્યો છે, જે 2x ઓપ્ટિકલ ક્વોલિટી ઝૂમ સપોર્ટ કરે છે.
  4. AI ફીચર્સ: આ ફોન iOS 26 પર આધારિત છે, જેમાં ‘એપલ ઇન્ટેલિજન્સ’ દ્વારા લાઈવ ટ્રાન્સલેશન અને કોલ સ્ક્રીનિંગ જેવી સુવિધાઓ મળશે.
  5. બેટરી: USB-C પોર્ટ સાથે માત્ર 30 મિનિટમાં 50% ચાર્જિંગ અને મેગસેફ વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ.

Apple Launches iPhone 17e in India:નવો iPad Air: હવે વધુ ઝડપી અને સ્માર્ટ

Apple Launches iPhone 17e in India

એપલે iPad Air ને પણ મોટા અપડેટ સાથે લોન્ચ કર્યું છે. તેમાં પહેલીવાર M4 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

  • ઝડપ: અગાઉના મોડેલ કરતા 30% વધુ ઝડપી અને 3D રેન્ડરિંગમાં M1 મોડેલ કરતા 4 ગણી વધુ સ્પીડ.
  • ડિસ્પ્લે: 11 અને 13 ઇંચના બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ.
  • મેમરી: બેઝ મોડેલમાં જ 12GB RAM આપવામાં આવી છે.
  • AI પાવર: 16-કોર ન્યુરલ એન્જિન સાથે વીડિયો એડિટિંગ અને ઇમેજ રેકગ્નિશન જેવા AI કાર્યો પળવારમાં થશે.
  • એક્સેસરીઝ: તે એપલ પેન્સિલ પ્રો અને મેજિક કીબોર્ડને સપોર્ટ કરે છે, જે તેને મિની લેપટોપ જેવો અનુભવ આપે છે.

આ પણ વાંચો :મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે પીએમ મોદી એક્શન મોડમાં: 48 કલાકમાં 5 રાષ્ટ્રાધ્યક્ષો સાથે ચર્ચા, UAEથી 4 ફ્લાઈટ્સ ભારત પહોંચી