Holi Celebrations Across Gujarat: સમગ્ર ગુજરાતમાં આજે હોળીના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મોડી સાંજે રાજ્યના ખૂણે-ખૂણે હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરનું પાલજ ગામ અને અમદાવાદનું માનવ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Holi Celebrations Across Gujarat: પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા: 35 ફૂટ ઊંચી હોળી

ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામે 700 વર્ષ જૂની પરંપરા જાળવી રાખતા ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી.
- વિશેષતા: મહાકાળી માતાના પૂજન સાથે આશરે 35 ફૂટ ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું.
- જનમેદની: આ ભવ્ય દહનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
Holi Celebrations Across Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘વૈદિક હોળી’

અમદાવાદના મેમનગર સ્થિત માનવ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોલિકા દહનમાં ભાગ લીધો હતો. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતા વૈદિક હોળીની પૂજા કરી હતી અને લોકોને લાકડાના સ્થાને ગાયના છાણમાંથી બનેલી વૈદિક હોળી પ્રગટાવવા વિનંતી કરી હતી.
વરતારો: કેવું રહેશે આગામી વર્ષ?
હોળીની ઝાળ અને પવનની દિશા પરથી આગાહીકારો દ્વારા આગામી વર્ષનું અનુમાન કરવામાં આવતું હોય છે. આ પ્રસંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે, હોળીના વરતારા મુજબ આગામી ચોમાસું ઘણું સારું રહેશે, જે ખેડૂતો અને રાજ્ય માટે શુભ સંકેત છે.
આ પણ વાંચો :ગુજરાત ભાજપનું મોટું સંગઠનાત્મક ઓપરેશન: 42 જિલ્લા-મહાનગરો અને 7 મોરચાના નવા પ્રભારીઓની જાહેરાત




