HomeGujaratSumul Dairy Hikes Milk Procurement Prices:પશુપાલકો માટે 'હોળી બોનસ': સુમુલ ડેરીએ દૂધના...

Sumul Dairy Hikes Milk Procurement Prices:પશુપાલકો માટે ‘હોળી બોનસ’: સુમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો, અઢી લાખ પશુપાલકોને થશે સીધો ફાયદો

Sumul Dairy Hikes Milk Procurement Prices: હોળી-ધૂળેટીના તહેવારો પૂર્વે દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરીએ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. ડેરી મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે, જેનો લાભ સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને મળશે.

Sumul Dairy Hikes Milk Procurement Prices:ગાય અને ભેંસના દૂધના નવા ભાવ

કમોસમી વરસાદ અને મોંઘા ઘાસચારાના કારણે પશુપાલકો પર આર્થિક ભારણ વધ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને ડેરીએ ભાવ વધારાનો અમલ તાત્કાલિક અસરથી કર્યો છે:

દૂધનો પ્રકારજૂનો ભાવ (પ્રતિ કિલો ફેટ)નવો ભાવ (પ્રતિ કિલો ફેટ)વધારો
ગાયનું દૂધ₹ 830₹ 850₹ 20
ભેંસનું દૂધ₹ 870₹ 880₹ 10

વાર્ષિક ₹50 કરોડની વધારાની આવક

Sumul Dairy Hikes Milk Procurement Prices

સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, આ ભાવ વધારાને કારણે પશુપાલકોના ખિસ્સામાં દર મહિને અંદાજે ₹4 કરોડ અને વાર્ષિક ધોરણે ₹50 કરોડથી વધુ રકમ જશે. આ નિર્ણયથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે અને પશુપાલકો આર્થિક રીતે સધ્ધર બનશે.

મોંઘા ઘાસચારા વચ્ચે ‘સંજીવની’ સમાન નિર્ણય

ચાલુ વર્ષે માવઠાને કારણે પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાન થયું હતું, જેનાથી દૂધ ઉત્પાદન ખર્ચ વધી ગયો હતો. પશુપાલકો લાંબા સમયથી ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા. તેવા સમયે હોળીના તહેવાર ટાણે જ મળેલી આ ભેટને પશુપાલકો હોળી બોનસ’ તરીકે વધાવી રહ્યા છે.

જ્યારે સંસ્થા પશુપાલકોની પડખે ઉભી રહે છે, ત્યારે પશુપાલકો પ્રોત્સાહિત થાય છે. આ નિર્ણયથી આગામી દિવસોમાં દૂધના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળશે.”

જયેશ પટેલ, પૂર્વ ડિરેક્ટર, સુમુલ ડેરી

આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગના પશુપાલકોમાં રાજીપો જોવા મળી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારોનો ઉત્સાહ બમણો થયો છે.

આ પણ વાંચો :તહેવારો પૂર્વે પોલીસ એક્શન મોડમાં: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી બાજ નજર”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments