Security Beefed Up in Ahmedabad:”તહેવારો પૂર્વે પોલીસ એક્શન મોડમાં: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી બાજ નજર”

0
98
Security Beefed Up in Ahmedabad

Security Beefed Up in Ahmedabad:શહેરમાં આગામી હોળી-ધુળેટીના તહેવાર અને પવિત્ર રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગત રાત્રે DCP, ACP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં મધરાત સુધી ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Security Beefed Up in Ahmedabad:નાઈટ વિઝન ડ્રોનથી ગલીઓમાં બાજ નજર

Security Beefed Up in Ahmedabad

ઝોન-6 ના દાણીલીમડા, ઇસનપુર અને મણીનગર જેવા વિસ્તારોમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. રમજાન માસને પગલે મોડી રાત સુધી ધમધમતા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર નાઈટ વિઝન ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી હતી. ભીડભાડ વાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે આકાશમાંથી સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું.

Security Beefed Up in Ahmedabad:ઝોન-5માં 100થી વધુ પોલીસકર્મીઓની ફ્લેગમાર્ચ

ઝોન-5 DCP જીતેન્દ્ર અગ્રવાલના જણાવ્યા મુજબ, રખિયાલ, બાપુનગર, ખોખરા અને અમરાઈવાડી જેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટે વિશેષ ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

  • તાકાત: 1 DCP, 2 ACP અને 8 PI સહિત 100 થી વધુ પોલીસ જવાનો રોડ પર ઉતર્યા.
  • ઉદ્દેશ્ય: હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવી.

ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન

Security Beefed Up in Ahmedabad

રબારી કોલોની ચાર રસ્તા અને અન્ય મુખ્ય પોઈન્ટ્સ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરી હતી:

  • 20થી વધુ પીધેલા ઝડપાયા: દારૂ પીને વાહન ચલાવતા 20થી વધુ લોકો સામે ‘ડ્રીંક એન્ડ ડ્રાઈવ’ના કેસ નોંધાયા.
  • કાળા કાચ અને નંબર પ્લેટ: કાળા કાચ (Black Film) ધરાવતી કારમાંથી ફિલ્મ દૂર કરાઈ અને નંબર પ્લેટ વિનાના વાહનો ડીટેઈન કરવામાં આવ્યા.

પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવું જણાવાયું છે.

આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાના 560 સૈનિકોને માર્યાનો દાવો, કુવૈત-બહેરીનમાં અમેરિકી સૈન્ય મથકો પર પ્રચંડ હુમલા