Home State Gujarat Bulldozer Action in Rajkot: રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8...

Bulldozer Action in Rajkot: રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, ગુનેગારોનું આર્થિક સામ્રાજ્ય ધ્વસ્ત

0
269
Action in Rajkot
Action in Rajkot

Bulldozer Action in Rajkot: રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો અને ગુનેગારોના આર્થિક સ્ત્રોત પર મોટો પ્રહાર કર્યો છે. વર્ષોથી આ વિસ્તારમાં દબદબો ધરાવતા 11 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરોએ સરકારી જમીન પર ખડકેલા ગેરકાયદે બાંધકામોને તંત્રએ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધા છે.

Bulldozer Action in Rajkot: ભાડાનું નેટવર્ક અને ગેરકાયદે બાંધકામ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું કે, આ હિસ્ટ્રીશીટરો સરકારી જમીન પર ગેરકાયદે ઓરડીઓ બાંધીને ગરીબ લોકો પાસેથી માસિક ભાડું વસૂલતા હતા. પોલીસના રેકોર્ડ પર રહેલા 11 ગુનેગારોની મિલકતો પર આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં:

  • 8 પાક્કા મકાનો
  • 97 ઓરડીઓ
  • 2 દુકાનો
  • 1 પ્લોટ પર કરાયેલું બાંધકામ તોડી પડાયું છે.

Bulldozer Action in Rajkot: મુખ્ય હુમલાખોરો અને ગુનેગારોની યાદી (ડિમોલેશનની વિગત):

Bulldozer Action in Rajkot

તંત્રએ જે ગુનેગારોની મિલકતો તોડી પાડી છે તેમાં મુખ્યત્વે શામેલ છે:

  • રહેમત ઉર્ફે રમા જુણેજા (ગાંજા પેડલર): સૌથી વધુ 48 ઓરડીઓ, 3 મકાન અને 3000 ફૂટનો વંડો તોડી પાડવામાં આવ્યો છે.
  • સમીર ઉર્ફે સંજલો (ગુજસીટોક આરોપી): 16 ઓરડીઓ ધરાશાયી.
  • સમીર ઉર્ફે મુરઘો (યાસીન પઠાણ): 14 ગુના ધરાવતા આ આરોપીની 3 ઓરડીઓ તોડવામાં આવી.
  • ઉમરેટિયા પરિવાર (બુટલેગર્સ): તોસીફ ઉર્ફે બાઘો, અસીમ હાજીભાઈ અને ઈમરાન ઉર્ફે ટીકડો નામના બુટલેગરોના મકાનો અને અંદાજે 20થી વધુ ઓરડીઓ અને દુકાનો જમીનદોસ્ત કરી દેવાઈ છે.
  • આશીફ ઉર્ફે ગંધારો અને તનવીર શિશાંગિયા: આ હિસ્ટ્રીશીટરોના મકાન અને દુકાનો પર પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

પોલીસનો કડક સંદેશ

રાજકોટ પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જંગલેશ્વર જેવા ગીચ વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ હવે ગુનેગારોની ‘આર્થિક કરોડરજ્જુ’ તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ડિમોલેશન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના વિસ્તરણને કેન્દ્રની લીલીઝંડી: ₹1067 કરોડના ખર્ચે ગિફ્ટ સિટીથી IIT સુધી જોડાશે મેટ્રો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે