Mehsana news :ખેરાલુ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ઓળખ છુપાવીને યુવતી સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરનાર શખસને લોકોના ટોળાએ બરાબરનો પાઠ ભણાવ્યો છે. ‘રાહુલ પટેલ’ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર મોહમદ જાવેદને ટોળાએ એટલો બેરહેમ માર માર્યો કે તે બેભાન થઈ ગયો હતો.
Mehsana news :ઓળખ છુપાવી મિત્રતા અને બ્લેકમેલિંગ

પોલીસ ફરિયાદ મુજબ, ખેરાલુના રહેવાસી મોહમદ જાવેદ નૂરમહમદ સીધીએ પોતાની અસલ ઓળખ છુપાવી ‘રાહુલ પટેલ’ નામથી 20 વર્ષીય યુવતી સાથે મિત્રતા કરી હતી. આ દરમિયાન તેણે યુવતીના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ પોતાની અસલ ઓળખ છતી કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. 21 ફેબ્રુઆરીના રોજ આરોપીએ યુવતીને એક ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Mehsana news :ટોળાનો આક્રોશ: પિતા-પુત્રને ફટકાર્યા
આ ઘટનાની જાણ થતા જ ઉશ્કેરાયેલું ટોળું એકઠું થઈ ગયું હતું. શીતકેન્દ્ર પાસે લોકોએ જાવેદને પકડી પાડી ઢોર માર માર્યો હતો. આ દરમિયાન જાવેદના પિતા વચ્ચે છોડાવવા પડતા ટોળાએ તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલાખોરો જાવેદને રિક્ષામાં બેસાડી મલેકપુર ગામ પાસે લઈ ગયા હતા, જ્યાં તેને ફરી માર મારી લોહીલુહાણ હાલતમાં ફેંકી દીધો હતો.
Mehsana news :હોસ્પિટલમાં સારવાર અને પોલીસ કાર્યવાહી

જાવેદ લોહીલુહાણ અને બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ ખેરાલુ પોલીસે આ મામલે બે અલગ-અલગ ફરિયાદો નોંધી છે:
- પીડિત યુવતીની ફરિયાદ: જાવેદ વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો ગુનો.
- જાવેદના ભાઈની ફરિયાદ: અજાણ્યા ટોળા વિરુદ્ધ મારપીટ અને અપહરણનો ગુનો.
પોલીસ તપાસ: ખેરાલુ પોલીસે રિક્ષા નંબર (GJ-02-AU-9655) અને મોબાઈલ લોકેશનના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે, જ્યારે બીજી તરફ દુષ્કર્મના આરોપી જાવેદ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર હત્યા: 19 વર્ષીય યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યારો ફરાર




