Home Entertainment Kirti Patel Booked Again:કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, 20 લાખની ખંડણીનો...

Kirti Patel Booked Again:કીર્તિ પટેલના ત્રાસથી યુટ્યુબરે ફિનાઈલ ગટગટાવ્યું, 20 લાખની ખંડણીનો આક્ષેપ

0
398
Kirti Patel

Kirti Patel Booked Again:વિવાદોનો પર્યાય ગણાતી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણીતા યુટ્યુબર અબજલ સીડાએ કીર્તિ પટેલ અને તેની ટોળકીના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને બે વાર ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે.

Kirti Patel Booked Again:શું છે સમગ્ર વિવાદ?

Kirti Patel Booked Again

તાજેતરમાં ભવનાથના મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરી વિવાદ સર્જ્યો હતો. આ અંગે યુટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કરી વિરોધ નોંધાવ્યો હતો. અબજલનો આક્ષેપ છે કે:

  • તેના વિરોધને કારણે કીર્તિ પટેલના સોશિયલ મીડિયા ફોલોઅર્સ અને વ્યુઅર્સ ઘટી ગયા હતા.
  • આનો બદલો લેવા કીર્તિ અને તેના સાગરીતોએ અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
  • રૂપિયા ન આપે તો ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Kirti Patel Booked Again:બે વાર આપઘાતનો પ્રયાસ

આરોપીઓના સતત ફોન અને ગંદી ગાળોથી માનસિક રીતે ભાંગી પડેલા અબજલે પહેલા ઘરે અને ત્યારબાદ જેતપુર પાસે ભાદર નદીના પુલ પર ફિનાઈલ પી લીધું હતું. ૧૦૮ મારફતે તેને હોસ્પિટલ ખસેડાતા હાલ તેની સારવાર ચાલી રહી છે.

Kirti Patel Booked Again:કોની કોની સામે ફરિયાદ નોંધાઈ?

જૂનાગઢ પોલીસે અબજલના નિવેદનના આધારે કુલ 5 લોકો સામે ગુનો નોંધ્યો છે:

Kirti Patel Booked Again
  1. કીર્તિ પટેલ
  2. દિવ્યા સાવલાણી (જૂનાગઢ)
  3. જશપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ)
  4. હનુ રાણાભાઈ ચાવડા (સુરત)
  5. વિરમ ચોથાભાઈ મેવાડા (સુરત)

સામસામા આક્ષેપો

બીજી તરફ આરોપી દિવ્યા સાવલાણીએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે અબજલ TRP મેળવવા માટે આ બધું કરી રહ્યો છે અને તે પોતે અબજલને ઓળખતી પણ નથી.

મહત્વનું છે કે, છેલ્લા 7 દિવસમાં કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં નોંધાયેલી આ ત્રીજી ફરિયાદ છે.

આ પણ વાંચો :લગ્નની ખુશી માતમના ફેરવાઈ: ઊંઝા-મહેસાણા હાઈવે પર ઈકો ડિવાઈડર સાથે અથડાતા અમદાવાદના પરિવારના 4 સભ્યના કમકમાટીભર્યા મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે