Home State Gujarat Kheda news :ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધમાં કલંક: ખેડામાં ધો. 9ની વિદ્યાર્થિની પર શિક્ષકે...

Kheda news :ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધમાં કલંક: ખેડામાં ધો. 9ની વિદ્યાર્થિની પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, ફોટા પાડી બ્લેકમેઇલિંગનો ખેલ ખેલ્યો

0
315
Kheda news

Kheda news :ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમ શિક્ષકે પોતાની જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. એટલું જ નહીં, શારીરિક શોષણ કર્યા બાદ તેના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું પણ શરૂ કર્યું હતું.

Kheda news :ઘટનાની વિગત: પ્રાથમિક શાળાથી જ નજર બગાડી હતી

Kheda news

આરોપી શિક્ષક શૈલેષ રાઠવા જ્યારે વિદ્યાર્થિની ધોરણ 8 માં હતી ત્યારથી જ તેના પર ખરાબ નજર રાખતો હતો. વિદ્યાર્થિની જ્યારે ધોરણ 9 માં અભ્યાસ કરવા માટે સાવલી ગઈ, ત્યારે પણ આ નરાધમ શિક્ષકે તેનો પીછો છોડ્યો નહોતો. તે સતત પીછો કરી વિદ્યાર્થિનીને માનસિક દબાણ હેઠળ રાખતો હતો.

Kheda news :બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મ:

મળતી માહિતી મુજબ, શિક્ષકે પહેલા વિદ્યાર્થિનીની છેડતી કરી હતી અને ત્યારબાદ તેના કેટલાક ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપીને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. વારંવારના શોષણ અને ધમકીઓથી ગભરાયેલી સગીરાએ અંતે હિંમત ભેગી કરી પરિવારને જાણ કરી હતી.

Kheda news :પોલીસ કાર્યવાહી:

  • ફરિયાદ: સગીરાના પરિવારે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
  • કલમો: પોલીસે આરોપી શૈલેષ રાઠવા વિરુદ્ધ પોક્સો (POCSO) અને અન્ય કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
  • તપાસ: હાલ આરોપી શિક્ષક ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ કેસની તપાસમાં સીધી દેખરેખ રાખી રહ્યા છે.

આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :PSI ભરતી અંગે મોટા સમાચાર: એપ્રિલના ત્રીજા સપ્તાહમાં લેખિત પરીક્ષાની શક્યતા, જાણો ક્યારે આવશે શારીરિક કસોટીનું પરિણામ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે