Home Sports Bangladesh Shifts Stance: બાંગ્લાદેશમાં સત્તાપલટો થતા જ બદલાયા સૂર: નવા રમતગમત મંત્રીએ...

Bangladesh Shifts Stance: બાંગ્લાદેશમાં સત્તાપલટો થતા જ બદલાયા સૂર: નવા રમતગમત મંત્રીએ ભારત-BCCI સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો

0
301
Bangladesh Shifts Stance
Bangladesh Shifts Stance

Bangladesh Shifts Stance: બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં નવી આશા જાગી છે. T20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવાના વિવાદ બાદ, હવે બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે ભારત અને BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) સાથે વણસેલા સંબંધોને સુધારવાની દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે.

Bangladesh Shifts Stance

Bangladesh Shifts Stance: ડેપ્યુટી હાઈ કમિશનર સાથે બેઠક

શપથ લીધા બાદ તુરંત જ અમીનુલ હકે સંસદ ભવનમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક અંગે માહિતી આપતા હકે જણાવ્યું હતું કે, “અમે પડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. મેં T20 વર્લ્ડ કપ મુદ્દે તેમની સાથે ચર્ચા કરી છે અને અમે વાતચીત દ્વારા આ વિવાદનો જલ્દી ઉકેલ લાવવા ઈચ્છીએ છીએ.”

Bangladesh Shifts Stance: શું હતો સમગ્ર વિવાદ?

બાંગ્લાદેશમાં અગાઉની સરકાર દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટને લઈને ભારે તણાવ સર્જાયો હતો, જેના મુખ્ય બે કારણો હતા:

  1. મુસ્તફિઝુર રહેમાન અને IPL વિવાદ: બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓના વિરોધમાં BCCI એ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL રમવાની મંજૂરી આપી ન હતી. KKR એ તેને ₹9.2 કરોડમાં ખરીદ્યો હોવા છતાં તેને રિલીઝ કરવો પડ્યો હતો.
  2. વર્લ્ડ કપનો બહિષ્કાર: આના જવાબમાં તત્કાલીન યુનુસ સરકારે બાંગ્લાદેશમાં IPL ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. પૂર્વ મંત્રી આસિફ નઝરુલે સુરક્ષાનું કારણ આપીને ભારત રમાનારા T20 વર્લ્ડ કપમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કર્યું હતું.
Bangladesh Shifts Stance

Bangladesh Shifts Stance: PM મોદી અને તારિક રહેમાન વચ્ચે સંવાદ

નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના નેતા તારિક રહેમાન સાથે ફોન પર વાતચીત કરીને તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. સામે પક્ષે BNP એ પણ સોશિયલ મીડિયા પર ભારત સાથે પરસ્પર સન્માન અને શાંતિના ધોરણે કામ કરવાની તૈયારી દર્શાવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Robert Kiyosaki Warning: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખકની મોટી ભવિષ્યવાણી: “ઇતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે, પણ આ જ સમય છે અમીર બનવાનો!”

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે