HomeBanaskanthaAccident in Tharad: થરાદ-પીલુડા રોડ પર કાળમુખો અકસ્માત: દારૂ ભરેલી ક્રેટા ગાડી...

Accident in Tharad: થરાદ-પીલુડા રોડ પર કાળમુખો અકસ્માત: દારૂ ભરેલી ક્રેટા ગાડી બાવળ સાથે અથડાતા કચુંબર, બેનાં કરૂણ મોત

Accident in Tharad:  બનાસકાંઠાના થરાદ પંથકમાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પીલુડા અને કરબૂણ ગામ વચ્ચેની સીમમાં પૂરઝડપે જતી એક સફેદ રંગની ક્રેટા ગાડી બેકાબૂ બનીને રોડ સાઈડના બાવળ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ફુરચા ઊડી ગયા હતા અને તેમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

Accident in Tharad:  દારૂની હેરાફેરીનો પર્દાફાશ

Accident in Tharad

અકસ્માત બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પલટી ખાઈ ગયેલી ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફગાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગાડીમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરેલો હતો, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હોવાની આશંકા છે. પૂરઝડપે ગાડી હંકારતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ હોનારત સર્જાઈ હતી.

Accident in Tharad:  ટ્રેક્ટરની મદદથી મૃતદેહો બહાર કઢાયા

Accident in Tharad

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. ગાડીનું પડીકું વળી ગયું હોવાથી અંદર ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ટ્રેક્ટરની મદદથી ગાડીને ખેંચીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને દારૂના જથ્થા તેમજ ગાડીના માલિક અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ₹4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ; કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments