Gujarat Budget 2026-27:નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ₹4 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ; કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ શકે છે મોટી જાહેરાત

0
135
Gujarat Budget
Gujarat Budget

Gujarat Budget 2026-27:ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ત્રીજો દિવસ રાજ્યના આર્થિક ભવિષ્ય માટે અત્યંત મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત રાજ્યનું બજેટ રજૂ કરીને એક નવો આંકડો અંકિત કરશે. આ વર્ષે બજેટનું કદ પ્રથમવાર ₹4 લાખ કરોડને પાર થવાની શક્યતા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે નવી આશા જગાડી રહ્યું છે.

Gujarat Budget 2026-27: બજેટનું સમયપત્રક

Gujarat Budget 2026-27

વિધાનસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે, જેમાં ગૃહ, રમતગમત અને MSME જેવા વિભાગો પર ચર્ચા થશે. ત્યારબાદ અંદાજે બપોરે 1:00 વાગ્યે નાણામંત્રી દ્વારા વર્ષ 2026-27નું નાણાકીય સરવૈયું રજૂ કરવામાં આવશે.

Gujarat Budget 2026-27: 2030 કોમનવેલ્થ ગેમ્સ પર વિશેષ ધ્યાન

આ બજેટની સૌથી મોટી વિશેષતા અમદાવાદમાં યોજાનારી 2030 કોમનવેલ્થ ગેમ્સ હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે મોટી જોગવાઈ કરી શકે છે.

  • સ્ટેડિયમ અપગ્રેડેશન: હયાત સુવિધાઓને આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવવી.
  • કનેક્ટિવિટી: ટ્રાન્સપોર્ટ અને મેટ્રો સુવિધાઓનો વિસ્તાર.
  • ટુરિઝમ: હોટેલ અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિશેષ રાહતો.

Gujarat Budget 2026-27: 10 વર્ષમાં બજેટમાં 3 ગણો ઉછાળો

ગુજરાતની આર્થિક પ્રગતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2015-16માં જે બજેટ ₹1.37 લાખ કરોડ હતું, તે 2025-26 સુધીમાં 166% વધીને ₹3.70 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. આ વર્ષે ₹4 લાખ કરોડનો આંકડો વટાવીને ગુજરાત દેશના અર્થતંત્રમાં પોતાની મજબૂત પકડ સાબિત કરશે.

Gujarat Budget 2026-27

 રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે?

સરકાર મુખ્યત્વે GST, વેટ, સ્ટેમ્પ ડ્યૂટી, વીજળી વેરો અને કેન્દ્ર તરફથી મળતી સહાય દ્વારા આવક મેળવે છે. આ રકમને મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે:

  1. વિકાસલક્ષી ખર્ચ: શિક્ષણ, આરોગ્ય, સામાજિક કલ્યાણ અને પછાત વર્ગોનો વિકાસ.
  2. આર્થિક સેવાઓ: કૃષિ, સિંચાઈ, ઊર્જા અને પરિવહન.
  3. જાહેર દેવાની ચુકવણી.
  4. લોન અને એડવાન્સ.
  5. બિન-વિકાસલક્ષી ખર્ચ (વહીવટી ખર્ચ).

 વધતું જતું દેવું: એક પડકાર

એક તરફ વિકાસની વાતો છે, તો બીજી તરફ રાજ્ય પર વધતું જતું દેવું ચિંતાનો વિષય છે. માર્ચ 2024ના અંતે ગુજરાતનું જાહેર દેવું ₹3,77,962 કરોડ હતું, જે 2025-26માં વધીને અંદાજે ₹3.99 લાખ કરોડ થવાની ધારણા છે. જોકે, સરકારનો તર્ક છે કે આ દેવું રાજ્યના GSDPના માત્ર 15.34% જ છે, જે નિયંત્રિત ગણાય.

 બજેટના રસપ્રદ તથ્યો

  • વજુભાઈ વાળા: સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ.
  • નીતિન પટેલ: 9 વખત બજેટ રજૂ કરી બીજા ક્રમે.
  • બંધારણીય નામ: ભારતીય બંધારણમાં ‘બજેટ’ શબ્દ નથી, તેને વાર્ષિક નાણાકીય નિવેદન’ કહેવામાં આવે છે.

શું આ બજેટ સામાન્ય જનતાને મોંઘવારીમાં રાહત આપશે કે નવા કરવેરા ઝીંકશે? તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

આ પણ વાંચો :ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર: 4.40 કરોડ મતદારો નોંધાયા, સુરતમાં સૌથી વધુ નામ રદ