Home Desh Historic Meet in Mumbai:ઐતિહાસિક ડીલ ભારત-ફ્રાન્સ મળીને બનાવશે ‘એવરેસ્ટ’ની ઊંચાઈ આંબતું હેલિકોપ્ટર,...

Historic Meet in Mumbai:ઐતિહાસિક ડીલ ભારત-ફ્રાન્સ મળીને બનાવશે ‘એવરેસ્ટ’ની ઊંચાઈ આંબતું હેલિકોપ્ટર, PM મોદી અને મેક્રોન વચ્ચે મુંબઈમાં મુલાકાત

0
359
Historic Meet

Historic Meet in Mumbai:ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાત બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ડિફેન્સ, ટેકનોલોજી અને એરોનોટિક્સ ક્ષેત્રે અનેક મોટી જાહેરાતો કરી છે.

Historic Meet in Mumbai:માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડશે મેડ-ઈન-ઈન્ડિયા હેલિકોપ્ટર

Historic Meet in Mumbai

પ્રેસ કોન્ફરન્સમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર H-125 હેલિકોપ્ટર ડીલ રહી હતી. પીએમ મોદીએ ગર્વ સાથે જાહેરાત કરી કે:

  • ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે વિશ્વનું એવું પ્રથમ હેલિકોપ્ટર બનાવશે જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવતું હશે.
  • આ હેલિકોપ્ટરનું ઉત્પાદન ભારતમાં થશે અને ત્યારબાદ તેને સમગ્ર વિશ્વમાં નિકાસ (Export) કરવામાં આવશે.

Historic Meet in Mumbai:વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા

પીએમ મોદીએ ફ્રાન્સને ભારતનો સૌથી જૂનો અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર ગણાવતા કહ્યું કે, “અમે બંને દેશોના સંબંધોને વૈશ્વિક સ્થિરતા અને પ્રગતિના માધ્યમ તરીકે સ્થાપિત કરી રહ્યા છીએ. યુરોપીય સંઘ (EU) સાથેના મુક્ત વેપાર કરાર (FTA) બાદ ભારત-ફ્રાન્સના વેપારમાં અભૂતપૂર્વ ગતિ આવશે.”

Historic Meet in Mumbai:ભવિષ્યના નિર્માણ માટેના 3 મહત્વના કેન્દ્રોની જાહેરાત

ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ ત્રણ નવા સેન્ટર લોન્ચ કરવાની જાહેરાત કરી છે:

  1. Indo-French Center for AI in Health: સ્વાસ્થ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ.
  2. Indo-French Center for Digital Science & Tech: ડિજિટલ વિજ્ઞાનમાં સંશોધન.
  3. National Center of Excellence in Aeronautics: એરોનોટિક્સ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન માટે.

ગ્લોબલ શાંતિ અને આતંકવાદ પર પ્રહાર

વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધો તરફ ઈશારો કરતા વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારત અને ફ્રાન્સ યુક્રેન, પશ્ચિમ એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિના પ્રયાસોનું સમર્થન કરશે. તેમણે આતંકવાદને જળમૂળથી ઉખેડી ફેંકવા માટેની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.

સાંસ્કૃતિક સેતુ: પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર’ શરૂ કરવામાં આવશે, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે.

આ પણ વાંચો :સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે FIR, સાધુ-સંતો પર કર્યા ગંભીર આક્ષેપ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે