Home Desh Modi Macron Mumbai Meet:ભારત-ફ્રાન્સ મહારાફેલ ડીલ ₹3.25 લાખ કરોડના ખર્ચે વાયુસેના બનશે...

Modi Macron Mumbai Meet:ભારત-ફ્રાન્સ મહારાફેલ ડીલ ₹3.25 લાખ કરોડના ખર્ચે વાયુસેના બનશે અભેદ, મુંબઈમાં મોદી-મેક્રોનની મુલાકાત

0
297
Modi Macron

Modi Macron Mumbai Meet: ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે મુંબઈના લોક ભવનમાં મુલાકાત કરશે, જેમાં ₹3.25 લાખ કરોડની અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ડીલ પર મહોર વાગવાની શક્યતા છે. આ ડીલ હેઠળ ભારતીય વાયુસેનાને 114 અત્યાધુનિક રાફેલ ફાઇટર જેટ મળશે.

Modi-Macron Mumbai Meet: ડીલની મુખ્ય વિશેષતાઓ: ‘મેક ઇન ઇન્ડિયા’ પર ભાર

Modi Macron Mumbai Meet

આ ડીલ માત્ર વિમાનોની ખરીદી પૂરતી મર્યાદિત નથી, પરંતુ ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે એક મોટી છલાંગ છે:

  • કુલ જેટ: 114 રાફેલ ફાઇટર જેટ.
  • ભારતમાં નિર્માણ: 114 માંથી 96 જેટનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે.
  • સ્વદેશી હિસ્સો: ભારતમાં બનનારા વિમાનોમાં અંદાજે 60% જેટલા સ્વદેશી પાર્ટ્સનો ઉપયોગ થશે.
  • ટેકનોલોજી ટ્રાન્સફર: ફ્રાન્સની કંપની દસોલ્ટ એવિએશન ભારતને એરફ્રેમ બનાવવાની ટેકનોલોજી પણ ટ્રાન્સફર કરશે.

Modi Macron Mumbai Meet: ‘સુપર રાફેલ’ (F-5) થી પાકિસ્તાન-ચીન ચિંતિત

Modi Macron Mumbai Meet

આ નવી ડીલમાં સૌથી આકર્ષક પાસું 24 ‘સુપર રાફેલ’ (F-5 વર્ઝન) છે.

  • હાલમાં ભારત પાસે F-3 વેરિઅન્ટના 36 રાફેલ છે.
  • નવા મળનારા મોટાભાગના વિમાનો F-4 વર્ઝનના હશે, જે 2028-29થી મળવાનું શરૂ થશે.
  • 2030 પછી મળનારા F-5 જેટ (સુપર રાફેલ) અત્યંત એડવાન્સ હશે, જે સ્ટેલ્થ ફીચર્સ અને ઘાતક શસ્ત્ર પ્રણાલીથી સજ્જ હશે.

શેડ્યૂલ: બંને નેતાઓ બપોરે 3:15 વાગ્યે બેઠક કરશે અને સાંજે 5:15 વાગ્યે ભારત-ફ્રાન્સ ઇનોવેશન યર 2026′ નું ઉદ્ઘાટન કરશે.

Modi Macron Mumbai Meet:મેક્રોનનો ચોથો ભારત પ્રવાસ

રાષ્ટ્રપતિ મેક્રોન 17 થી 19 ફેબ્રુઆરી સુધી ભારતના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની ચોથી ભારત મુલાકાત છે, જે દર્શાવે છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી કેટલી મજબૂત છે. આ બેઠકમાં માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ દરિયાઈ સહયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વૈશ્વિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ગહન ચર્ચા થશે.

 આ ડીલ પૂર્ણ થયા બાદ ભારત વિશ્વના એવા પસંદગીના દેશોમાં સામેલ થશે જેની પાસે સુપર રાફેલ જેવી અત્યાધુનિક હવાઈ શક્તિ હશે. આનાથી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર ભારતની રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતામાં અનેકગણો વધારો થશે.

આ પણ વાંચો : PM મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું કર્યું ઉદ્ઘાટન; ખેતીથી શિક્ષણ સુધી AIનો દબદબો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે