HomeGujaratTragedy in Surat:સુરતમાં સામૂહિક મોતનો માતમ: 4 દિવસ પહેલા ઉમરાહ કરીને પરત...

Tragedy in Surat:સુરતમાં સામૂહિક મોતનો માતમ: 4 દિવસ પહેલા ઉમરાહ કરીને પરત આવેલા પતિ-પત્ની અને પુત્રની લાશ અલગ-અલગ રૂમમાંથી મળી, રહસ્ય અકબંધ

Tragedy in Surat:સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી હરિપુરા સૈયદ શેરીમાં આજે (10 ફેબ્રુઆરી) વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યો – પતિ, પત્ની અને તેમનો 13 વર્ષીય પુત્ર – રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

Tragedy in Surat:અલગ-અલગ રૂમમાંથી મળી લાશ

Tragedy in Surat

મૃતકોની ઓળખ 36 વર્ષીય ફૈઝ અહેમદ, તેમની પત્ની 32 વર્ષીય મુબીના અને પુત્ર નોમાન (ઉર્ફે નોનુ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેયની લાશ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવી હતી. સવારે જ્યારે સંબંધી બાળકને સ્કૂલે લેવા માટે આવ્યા અને દરવાજો ન ખુલતા દરવાજો તોડવામાં આવ્યો, ત્યારે આ ભયાનક દ્રશ્ય સામે આવ્યું હતું.

Tragedy in Surat:ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો

પરિવારના સંબંધીઓના જણાવ્યા અનુસાર, ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓ ખૂબ જ સુખી પરિવાર હતો. હજુ ચાર દિવસ પહેલા જ આ આખો પરિવાર સાઉદી અરેબિયાની ઉમરાહ યાત્રા કરીને અત્યંત ખુશી સાથે પરત ફર્યો હતો. ગઈકાલે રાત્રે પણ તેઓ જૂના ઘરેથી નવા ઘરે સૂવા માટે આવ્યા ત્યારે બધું સામાન્ય હતું.

Tragedy in Surat

Tragedy in Surat:ગૂંગળામણ કે આપઘાત? પોલીસ તપાસ તેજ

આ ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ ગૂંગળામણ થઈ હોવાની અથવા આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. જોકે, સંબંધીઓનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો કે વિવાદ નહોતો.

  • DCP રાઘવ જૈન સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી રહ્યો છે.
  • લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ જ મોતના અસલી કારણની જાણ થશે.

આ પણ વાંચો : ભારતીય હેલ્થકેરનો વૈશ્વિક ડંકો: વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં AIIMS દિલ્હી 6ઠ્ઠા ક્રમે, ટાટા મેમોરિયલને પણ મળ્યું ટોપ-15માં સ્થાન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments