Russia:રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર લોહિયાળ હુમલો: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 15 વર્ષનો કિશોર છરો લઈને ઘૂસ્યો, 4 ભારતીય સહિત 6 ઘાયલ

0
118
Russia
Russia

Russia:રશિયાના બશ્કોર્તોસ્તાન રિપબ્લિકના ઉફા શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે એક ૧૫ વર્ષના સગીરે છરી વડે વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત કુલ છ લોકો લોહીલુહાણ થયા છે. રશિયામાં રહેતા ભારતીય દૂતાવાસે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

Russia:પ્લે હોલમાં ઘૂસીને કર્યો હુમલો

Russia

પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલાખોર સગીર હાથમાં મોટો છરો લઈને વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના પ્લે હોલમાં ઘૂસી ગયો હતો. ત્યાં હાજર વિદ્યાર્થીઓ કંઈ સમજે તે પહેલા તેણે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. હોસ્ટેલના ફ્લોર પર ચારેબાજુ લોહીના ડાઘા જોવા મળ્યા હતા.

Russia:પોલીસ પર પણ હુમલો અને આત્મઘાતી પ્રયાસ

Russia

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરે ધરપકડનો વિરોધ કર્યો હતો અને બે પોલીસકર્મીઓને પણ ચાકુ મારી ઘાયલ કર્યા હતા. ત્યારબાદ આરોપીએ પોતાની જાતને પણ ઇજા પહોંચાડી હતી. હાલ હુમલાખોર સગીરને ગંભીર હાલતમાં બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Russia:નિયો-નાઝી કનેક્શનની આશંકા

ટેલિગ્રામ ચેનલ ‘બાઝા’ના અહેવાલ મુજબ, આ હુમલાખોર કિશોર એક પ્રતિબંધિત નિયો-નાઝી (Neo-Nazi) સંગઠન સાથે સંકળાયેલો હોવાનું મનાય છે. હુમલા દરમિયાન તે રાષ્ટ્રવાદી નારા લગાવી રહ્યો હોવાના પણ દાવા થઈ રહ્યા છે. જોકે, સ્થાનિક પ્રશાસને હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

ભારતીય દૂતાવાસ એક્શનમાં

ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેઓ સતત સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે.

  • મદદ માટે રવાના: કઝાન સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ ઘાયલ વિદ્યાર્થીઓની મદદ માટે તાત્કાલિક ઉફા જવા રવાના થયા છે.
  • વિદ્યાર્થીઓની સ્થિતિ: ઘાયલોમાંથી એક વિદ્યાર્થીની હાલત ગંભીર જણાવવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો :સ્પેશિયલ-26 સ્ટાઈલ લૂંટનો પ્રયાસ સુરતના ગ્લોબલ માર્કેટમાં ઈન્કમટેક્સની નકલી ફાઈલો સાથે ઠગ પકડાયો.