Home State Gujarat Ahmedabad Metro:ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: અમદાવાદમાં T20 વર્લ્ડ કપને પગલે મેટ્રોના સમયમાં...

Ahmedabad Metro:ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: અમદાવાદમાં T20 વર્લ્ડ કપને પગલે મેટ્રોના સમયમાં વધારો, જાણો સ્પેશિયલ ટાઈમ ટેબલ અને ટિકિટની વિગત

0
386
Metro
Metro

Ahmedabad Metro:અમદાવાદમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હાઈ-વોલ્ટેજ મેચોને પગલે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સ્ટેડિયમ આવતા દર્શકો માટે મેટ્રોના સમયમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Metro:મધરાત્રિના ૧૨:૩૦ સુધી દોડશે મેટ્રો

Ahmedabad Metro

સામાન્ય રીતે મેટ્રો ટ્રેન રાત્રે ૧૦ વાગ્યે બંધ થઈ જાય છે, પરંતુ વર્લ્ડ કપની મેચોના દિવસે પ્રેક્ષકો સરળતાથી ઘરે પહોંચી શકે તે માટે સેવાઓ લંબાવવામાં આવી છે.

  • કઈ તારીખોએ સુવિધા મળશે: 9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને 8 માર્ચ (ફાઈનલ મેચ) ના રોજ મેટ્રો સેવાઓ કાર્યરત રહેશે.
  • સમય: આ નિર્ધારિત દિવસોમાં મેટ્રો ટ્રેન મધરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી દોડશે.

Ahmedabad Metro:સ્પેશિયલ મેટ્રો રૂટ અને સમય

રાત્રિના ૧૦ વાગ્યા પછી નીચે મુજબના રૂટ પર સ્પેશિયલ ટ્રેનો દોડશે:

  • મોટેરા સ્ટેડિયમથી APMC: રાત્રે ૧૦:૦૦ થી મધરાત્રિના ૧૨:૨૦ સુધી.
  • ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામ: રાત્રે ૧૦:૦૦ થી મધરાત્રિના ૧૨:૫૦ સુધી.
  • ગાંધીનગર (મહાત્મા મંદિર) માટે: મોટેરાથી રાત્રે ૧૧:૪૦ અને ૧૨:૧૦ કલાકે બે વધારાની ટ્રેન ઉપડશે.

એન્ટ્રી અને ટિકિટ માટેના ખાસ નિયમો

રાત્રે ૧૦ વાગ્યા પછી મુસાફરી કરવા માંગતા લોકોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું પડશે:

  1. એન્ટ્રી પોઈન્ટ: રાત્રે ૧૦:૦૦ પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મળશે. ઉતરવા માટે કોઈપણ કાર્યરત સ્ટેશનનો ઉપયોગ કરી શકાશે.
  2. સ્પેશિયલ પેપર ટિકિટ: રાત્રે ૧૦ વાગ્યા પછી સામાન્ય સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટ ચાલશે નહીં. મુસાફરોએ રૂ. ૫૦ની ફ્લેટ રેટવાળી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે.
  3. અગાઉથી ખરીદી: લાંબી લાઈનોથી બચવા માટે આ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી કોઈપણ સ્ટેશન પરથી ખરીદી શકાશે.

આ પણ વાંચો :સ્પેશિયલ-26 સ્ટાઈલ લૂંટનો પ્રયાસ સુરતના ગ્લોબલ માર્કેટમાં ઈન્કમટેક્સની નકલી ફાઈલો સાથે ઠગ પકડાયો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે