Home State Gujarat Special 26 Style Fraud in Surat:સ્પેશિયલ-26 સ્ટાઈલ લૂંટનો પ્રયાસ સુરતના ગ્લોબલ માર્કેટમાં...

Special 26 Style Fraud in Surat:સ્પેશિયલ-26 સ્ટાઈલ લૂંટનો પ્રયાસ સુરતના ગ્લોબલ માર્કેટમાં ઈન્કમટેક્સની નકલી ફાઈલો સાથે ઠગ પકડાયો.

0
347
Fraud in Surat
Fraud in Surat

Special 26 Style Fraud in Surat: સુરતના વરાછા વિસ્તારમાં અક્ષય કુમારની પ્રખ્યાત ફિલ્મ ‘સ્પેશિયલ 26’ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ ઓફિસરનો રુઆબદાર ગેટઅપ ધારણ કરી વેપારીઓને લૂંટવા નીકળેલો એક ભેજાબાજ આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. હાથમાં નકલી ફાઈલો, આંખ પર એવિએટર ચશ્મા અને ઇસ્ત્રી ટાઈટ કોટ પહેરીને રેડ પાડવા આવેલા આ ‘નકલી સાહેબ’ને જોતા એક સમયે તો વેપારીઓ પણ ગોથું ખાઈ ગયા હતા.

Special 26 Style Fraud in Surat: ગ્રેજ્યુએટ ઠગનો હાઈ-પ્રોફાઈલ ગેટઅપ

Special 26' Style Fraud in Surat

રાજસ્થાનના પાલી જિલ્લાના વતની 51 વર્ષીય વિજયસિંહ ચૌહાણે વેપારીઓને છેતરવા માટે મોટું કાવતરું ઘડ્યું હતું. તે માત્ર 24 કલાક પહેલા જ સુરત આવ્યો હતો. પોતે વર્ષ 1989માં ગ્રેજ્યુએટ થયેલો હોવાથી અને પાલીમાં ટેક્સ સંબંધિત છૂટક કામ કરતો હોવાથી તેને વિભાગની કામ કરવાની પદ્ધતિની પૂરેપૂરી જાણકારી હતી. આ જ જાણકારીનો ઉપયોગ કરીને તેણે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને નિશાન બનાવ્યા હતા.

Special 26 Style Fraud in Surat: ઓવર-એક્ટિંગ ભારે પડી: 30 લાખની માંગી ખંડણી

આ ઠગબાજે માર્કેટની દુકાનમાં ઘૂસીને ફાઈલો પછાડી રોફ જમાવવાનું શરૂ કર્યું હતું. તેણે વેપારી પાસે શરૂઆતમાં 30 લાખની ખંડણી માંગી અને બાદમાં 4 લાખની માગણી કરી હતી. જોકે, તેની વધુ પડતી એક્ટિંગ અને વાતચીતની કચાશ જોઈને વેપારીને શંકા ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિ તેને ઓળખી ગયો હતો, જેના કારણે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

Special 26′ Style Fraud in Surat: ખાખી સામે ફિલ્મી એક્ટિંગ ન ચાલી

Special 26' Style Fraud in Surat

વેપારીએ તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસની હાજરીમાં પણ વિજયસિંહ પોતાનો રુઆબ જાળવી રાખવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ પોલીસની કડક પૂછપરછમાં તેની તમામ ફિલ્મી એક્ટિંગ ઓગળી ગઈ હતી. પોલીસે બ્લીસ હોટલ ખાતેથી તેની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

  • ઇન્ફોર્મર હોવાનો દાવો: પકડાયા બાદ આરોપીએ એવો દાવો કર્યો હતો કે તે ઇન્કમ ટેક્સ વિભાગ માટે ‘ઇન્ફોર્મર’ તરીકે કામ કરે છે, જેની સત્યતા પોલીસ તપાસી રહી છે.
  • ટૂંકા ગાળાનો પ્લાન: સુરત આવ્યાના માત્ર 24 કલાકમાં જ તેણે આઇટી અધિકારી બનીને લાખો રૂપિયા ખંખેરવાનો પ્લાન અમલમાં મૂક્યો હતો.
  • ભૂતકાળની તપાસ: વરાછા પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કોર્ટ-ટાઈ વાળા લુકમાં વિજયસિંહે અગાઉ કેટલા વેપારીઓને પોતાનો શિકાર બનાવ્યા છે.

આ પણ વાંચો :બગદાણા ચકચારી કેસ: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ ૧૪ દિવસે જેલમુક્ત થશે, મહુવા કોર્ટે મંજૂર કર્યા શરતી જામીન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે