HomeDeshPariksha Pe Charcha:PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ: માત્ર કેરી જોવાથી કેરી મળતી નથી,...

Pariksha Pe Charcha:PM મોદીની વિદ્યાર્થીઓને સલાહ: માત્ર કેરી જોવાથી કેરી મળતી નથી, મહેનત જરૂરી

Pariksha Pe Charcha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 10 વાગ્યે યોજાયેલી વાર્ષિક ‘પરીક્ષા પે ચર્ચા’ (PPC) કાર્યક્રમમાં દેશભરના કરોડો વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી. 2026ની આ 9મી આવૃત્તિમાં પીએમએ પરીક્ષાના તણાવથી દૂર રહીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણાદાયી વાતો કરી.

PM મોદીએ કહ્યું કે, સપના ન જોવું એ તો ક્રાઈમ છે. લક્ષ્ય દરેકને ન જણાવો, પરંતુ તમારી તૈયારી સતત ચાલુ રાખો. માત્ર કેરી જોતા રહેવાથી કેરી મળતી નથી, તે મેળવવા માટે મહેનત કરવી પડે.”

Pariksha Pe Charcha: 5 રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત

Pariksha Pe Charcha

‘પરીક્ષા પે ચર્ચા’ના આ સંસ્કરણમાં PM મોદીએ દિલ્હી, કોઈમ્બતુર (તમિલનાડુ), રાયપુર (છત્તીસગઢ), દેવ મોગરા (ગુજરાત) અને ગુવાહાટી (આસામ)માં વિદ્યાર્થીઓ સાથે સીધા સંવાદ કર્યા.

27 જાન્યુઆરીએ PPCની 9મી આવૃત્તિનો વીડિયો રિલીઝ થયો હતો, જેમાં PM અલગ-અલગ સ્થળોએ વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપતા જોવા મળ્યા હતા.

Pariksha Pe Charcha: 6.76 કરોડથી વધુ સહભાગિતા

આ વર્ષે ‘પરીક્ષા પે ચર્ચા’માં 4.5 કરોડથી વધુ નોંધાયેલા સહભાગીઓ અને 2.26 કરોડ વધારાના લોકો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. કુલ સહભાગિતા 6.76 કરોડથી વધુ રહી છે. આ કાર્યક્રમ Sony Liv, Prime Video અને Zee5 જેવા OTT પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ રહેશે.

Pariksha Pe Charcha: વિકસિત ભારતનું સપનું પોતાનું બનાવો

વિદ્યાર્થીઓને સંબોધતાં PM મોદીએ કહ્યું કે,
જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે તમે 39-40 વર્ષની ઉંમરના હશો. આજે જ વિકસિત ભારતને પોતાનું સપનું બનાવો. ભગત સિંહે આઝાદીનું સપનું દિલમાં રાખીને ફાંસીનો સામનો કર્યો. એ જ રીતે તમારે વિચારવું પડશે કે વિકસિત ભારત માટે હું શું કરી શકું?”

પ્રેઝન્ટેશનના ડર પર PMની ટિપ્સ

comp 26 1769504583 1 1

એક વિદ્યાર્થીએ પ્રેઝન્ટેશન આપતી વખતે ગભરાહટ અંગે પ્રશ્ન કર્યો. PM મોદીએ જવાબ આપતાં કહ્યું,
ફૂટપાથ પર રહેનારી ગરીબ મહિલા પણ જ્યારે કોઈ ઘટના વિશે વાત કરે છે ત્યારે આત્મવિશ્વાસથી કરે છે. તેણે કોઈ ટ્રેનિંગ લીધી નથી. આત્મવિશ્વાસ સચ્ચાઈ અને પોતાના કામ પર વિશ્વાસથી આવે છે. તમે પણ તમારા કાર્ય પર ભરોસો રાખશો તો પ્રેઝન્ટેશનનો ડર ભાગી જશે.”

ગેમિંગમાં રસ હોય તો પોતાની ગેમ બનાવો

ગોવાના વિદ્યાર્થી શ્રીજીત ગાડગિલે ગેમિંગમાં કારકિર્દી અંગે પ્રશ્ન પૂછ્યો. PM મોદીએ કહ્યું,
ભારત કહાનીઓથી ભરેલો દેશ છે. પંચતંત્ર પર ગેમ બનાવો, અભિમન્યુની કહાની પર ગેમ બનાવો. પોતાની વેબસાઈટ પર તેને લોન્ચ કરો. ધીરે ધીરે લોકો તમારી ગેમ રમશે અને તમને પણ આગળ વધવાની તક મળશે.”

PM મોદીના આ પ્રેરણાદાયી શબ્દોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે નવી ઉર્જા ભરી છે.

આ પણ વાંચો :એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ખામીઓ! સરકારના આંકડાઓએ ઉડ્ડયન સુરક્ષા પર ઊભા કર્યા સવાલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments