Home State Gujarat Gram Shakti Training Program: વિકસિત ભારત માટે ‘વિકસિત ગ્રામ’ અનિવાર્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

Gram Shakti Training Program: વિકસિત ભારત માટે ‘વિકસિત ગ્રામ’ અનિવાર્ય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬૦થી વધુ સરપંચોને આપ્યું ‘ગ્રામ શક્તિ’નું ભાથું

0
411

Gram Shakti Training Program: ગુજરાત વિધાનસભાના ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરો દ્વારા આયોજિત ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરપંચોને પંચાયતી રાજના પાયાને મજબૂત કરી ‘વિકસિત ગ્રામ’ના નિર્માણ માટે આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાના ૨૬૦થી વધુ સરપંચો સહભાગી થયા હતા.

Gram Shakti Training Program: સરપંચો માટે મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન:

Gram Shakti Training Program

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે સરપંચોને નીચે મુજબના મુખ્ય સૂચનો આપ્યા:

  • ગુણવત્તા સાથે નો કોમ્પ્રોમાઇઝ: જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
  • સેચ્યુરેશન એપ્રોચ: સરકારની ગ્રાન્ટનો ૧૦૦ ટકા લક્ષ્યાંક સાથે આયોજનબદ્ધ ઉપયોગ થાય અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચે તે જોવાની જવાબદારી સરપંચની છે.
  • યુવા અને ટેકનોલોજી: ગામના વિકાસમાં યુવાનોને જોડી ટેકનોલોજીના માધ્યમથી સેવાઓ પહોંચાડવી જોઈએ.

Gram Shakti Training Program: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ‘સંવાદ’ મંત્ર

Gram Shakti Training Program

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સરપંચોને પ્રેરણા આપતા કહ્યું કે, વિકાસ માત્ર ઈંટો અને સિમેન્ટથી નથી આવતો, પણ સંવાદ’ થી આવે છે. જો ગ્રામસભામાં લોકો સાથે સતત સંવાદ રાખવામાં આવે તો વિવાદો ઘટશે અને લોકભાગીદારીથી ગામનો સાચો વિકાસ થશે. તેમણે ‘ગ્રામ સચિવાલય’ના મંત્રને સાર્થક કરવા અને પંચાયત અધિનિયમ મુજબના હક્કો અને ફરજો સમજવા પર ભાર મૂક્યો હતો.

Gram Shakti Training Program: સરકારની મહત્વની જાહેરાતો અને વિગતો:

  • આવાસ સહાયમાં વધારો: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજ્ય સરકારે ₹૫૦,૦૦૦નો વધારો કર્યો છે, જેનાથી હવે લાભાર્થીને ૧.૭૦ લાખ સુધીની સહાય મળશે.
  • નાણાપંચની ગ્રાન્ટ: મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાનશ્રીએ નાણાપંચની ૭૦ ટકા ગ્રાન્ટ વાપરવાનો સીધો અધિકાર સરપંચોને આપીને પંચાયતોને આત્મનિર્ભર બનાવી છે.
Gram Shakti Training Program

તાલીમમાં આ વિષયો પર અપાયું જ્ઞાન:

તાલીમ દરમિયાન સરપંચોને નિષ્ણાતો દ્વારા નીચે મુજબના વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી:

  1. સંસદીય લોકતંત્રમાં પંચાયતની ભૂમિકા.
  2. G-RAMJI ગ્રામવિકાસ યોજનાની સમજ.
  3. પંચાયત હિસાબી નિયમો અને પારદર્શિતા.
  4. ગ્રામસભામાં સરપંચના અધિકારો અને ફરજો.

આ પણ વાંચો :ગુજરાતમાં ચોમાસા પહેલા ‘જળસંચય જન ભાગીદારી 2.0’નો ધમધમાટ; CM એ આપ્યું કલેક્ટરોને લક્ષ્યાંક

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે