Gujarat Cooperative Elections :ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત

0
109
Gujarat Cooperative
Gujarat Cooperative

Gujarat Cooperative Elections :રાજ્યમાં ચાલી રહેલી *Special Intensive Revision (SIR)*ની મહત્વપૂર્ણ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સહકારી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીઓ આગામી છ મહિના સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી સહકારી ક્ષેત્રમાં હાલ ચાલતી અને આવનારી તમામ ચૂંટણી પ્રક્રિયાઓ પર અસર પડશે.

Gujarat Cooperative Elections :કેમ લેવાયો આ નિર્ણય?

Gujarat Cooperative Elections

આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર રાજ્યમાં SIRની અત્યંત મહત્વપૂર્ણ કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મહેસૂલી તંત્ર સહિતના સરકારી અધિકારીઓ વ્યસ્ત હોવાથી સહકારી મંડળીઓની ચૂંટણીનું આયોજન કરવું હાલના તબક્કે મુશ્કેલ બન્યું છે. વહીવટી સરળતા અને વ્યવસ્થિત કામગીરી માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

Gujarat Cooperative Elections :જાહેરનામાની મુખ્ય વિગતો

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી આગામી 6 મહિના સુધી સહકારી મંડળીઓની ચૂંટણી યોજવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961ની કલમ-161 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, કલમ-74(ગ) તથા કલમ-145(ક) થી (વ) ની જોગવાઈઓમાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવી છે.

કોને લાગુ પડશે નિર્ણય?

આ નિર્ણય એવી તમામ નિર્દિષ્ટ સહકારી મંડળીઓને લાગુ પડશે, જેઓની ચૂંટણી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે અથવા આવનારા સમયગાળામાં યોજાવાની હતી. એટલે કે, હાલ કોઈ પણ નવી ચૂંટણી પ્રક્રિયા આગામી છ મહિના સુધી હાથ ધરવામાં નહીં આવે.

કઈ મંડળીઓને મુક્તિ લાગુ નહીં પડે?

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા કોઈ ન્યાયિક હુકમ અથવા કોર્ટના ચુકાદા અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે, તેવી મંડળીઓને આ મુક્તિ લાગુ પડશે નહીં. ન્યાયિક આદેશ હેઠળ ચાલતી ચૂંટણીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સહકારી ક્ષેત્રમાં આગામી છ મહિના સુધી ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે, જ્યારે SIRની કામગીરી પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો :Army Truck Accident:સાપુતારા ઘાટમાં સૈન્યની ગાડી પલટી, 9 જવાન ઘાયલ