Gujarat BJP Announces:પ્રદેશ ભાજપ બાદ શહેર–જિલ્લા સંગઠનની જાહેરાત: આણંદ, દાહોદ જિલ્લા અને જૂનાગઢ શહેર ભાજપની ટીમ જાહેર

0
120
Gujarat BJP
Gujarat BJP

Gujarat BJP Announces:ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાત બાદ હવે રાજ્યભરમાં શહેર અને જિલ્લા સ્તરના ભાજપ સંગઠનોની જાહેરાત શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત મધ્ય ગુજરાતના આણંદ અને દાહોદ જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

દરેક જિલ્લા અને શહેરમાંથી ભાજપ દ્વારા ઉપપ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂંક જાહેર કરવામાં આવી છે. સંબંધિત જિલ્લા અને શહેરના પ્રમુખોએ તેમની ટીમની જાહેરાત કરી દીધી છે.

પાર્ટીના સૂત્રો મુજબ, સંગઠન મજબૂત બનાવવા અને આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. નવી ટીમમાં સંગઠનાત્મક અનુભવ ધરાવતા તેમજ યુવા નેતાઓને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ભાજપ સંગઠનની આ પ્રક્રિયા હજુ ચાલુ છે અને આજે મોડી રાત સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેર ભાજપ સંગઠનોની જાહેરાત થવાની શક્યતા છે. સંગઠન વિસ્તરણ બાદ પક્ષ દ્વારા મેદાનમાં સક્રિયતા વધારવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે.

Gujarat BJP Announces:જૂનાગઢ શહેર ભાજપ સંગઠનનું માળખું

જૂનાગઢ શહેર ભાજપ સંગઠનના 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, અને 8 મંત્રી સહિત વિવિધ મોર્ચાઓના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓના નામની યાદી નીચે મુજબ છે.

Gujarat BJP Announces
Gujarat BJP Announces
Gujarat BJP Announces

Gujarat BJP Announces:દાહોદ જિલ્લા ભાજપ સંગઠનનું માળખું

Gujarat BJP Announces
Gujarat BJP Announces
Gujarat BJP Announces
Gujarat BJP Announces

આ પણ વાંચો :Bhavnagar Police Suicide Case:પોલીસ જવાનના આપઘાત મામલે કરણી સેનાનું અલ્ટીમેટમ