Vahali Dikri Yojana:ભાવનગર જિલ્લામાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તેમજ તેમના શિક્ષણ અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારની લોકપ્રિય ‘વહાલી દીકરી’ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દીકરીઓને કુલ રૂ.1,10,000ની આર્થિક સહાય આપવામાં આવશે.
Vahali Dikri Yojana:કોણ લઈ શકશે યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક રૂ.2 લાખથી ઓછી હોવી ફરજિયાત છે. મહત્વપૂર્ણ શરત એ છે કે દીકરીના જન્મના એક વર્ષમાં જ અરજી કરવી પડશે. યોજનાનો મુખ્ય હેતુ રાજ્યમાં દીકરીઓના જન્મદરને વધારવો અને તેમના શિક્ષણમાં આર્થિક સહારો પૂરો પાડવાનો છે.
Vahali Dikri Yojana:ત્રણ તબક્કામાં મળશે સહાય

‘વહાલી દીકરી’ યોજના હેઠળ સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે:
- પ્રથમ હપ્તો: દીકરી ધોરણ-1માં પ્રવેશ લે ત્યારે રૂ.4,000
- બીજો હપ્તો: દીકરી ધોરણ-9માં પ્રવેશ લે ત્યારે રૂ.6,000
- ત્રીજો હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે રૂ.1,00,000
(શરત: દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ)
આ રીતે કુલ રૂ.1.10 લાખની સહાય દીકરીના શિક્ષણ અને ભવિષ્ય માટે મળશે.
Vahali Dikri Yojana:અરજી કેવી રીતે કરવી?
અરજદારો નીચે મુજબ અરજી કરી શકે છે:
- ગ્રામ પંચાયત ખાતે VCE મારફત
- મામલતદાર કચેરીમાં
- અથવા ઓનલાઈન પોર્ટલ 👉 https://emahilakalyan.gujarat.gov.in
જરૂરી દસ્તાવેજો
અરજી સાથે નીચેના દસ્તાવેજો જરૂરી રહેશે:
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- દીકરી અને માતા-પિતાનું આધારકાર્ડ
- માતા-પિતાનું લગ્ન પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
- આવકનો દાખલો
- સ્વ-ઘોષણાપત્ર
- બેંક પાસબુકની નકલ
વધુ માહિતી ક્યાંથી મળશે?
યોજનાની વધુ માહિતી માટે ભાવનગર સ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી (બહુમાળી ભવન) નો સંપર્ક કરવા અધિકારીઓએ અપીલ કરી છે.
સરકારની આ યોજના દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :Republic Day 2026: 26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે રાજ્ય સ્તરે બહુમાન




