Jio Hotstar Subscription Prices Hiked: OTT યુઝર્સને ઝટકો આપતા જિયો સ્ટારે તેના લોકપ્રિય પ્લેટફોર્મ ‘જિયો હોટસ્ટાર’ માટે નવા અને મોંઘા સબ્સ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યા છે. કંપનીએ પહેલી વખત મોબાઇલ, સુપર અને પ્રીમિયમ કેટેગરીમાં મંથલી (માસિક) પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં સુપર અને પ્રીમિયમ પ્લાનની કિંમતોમાં 47 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો 28 જાન્યુઆરી 2026થી લાગુ પડશે.
Jio Hotstar Subscription Prices Hiked: હવે મોબાઇલ પ્લાન ₹79થી શરૂ

નવા માળખા મુજબ, મોબાઇલ પર કન્ટેન્ટ જોવા માટે યુઝર્સને હવે ઓછામાં ઓછા ₹79 પ્રતિ મહિનો ચૂકવવા પડશે. જોકે, આ પ્લાનમાં હોલિવૂડ ફિલ્મો અને સિરીઝ સામેલ નથી. જો મોબાઇલ યુઝર્સ હોલિવૂડ કન્ટેન્ટ જોવા માંગે, તો તેમને ₹49નો અલગ એડ-ઓન પેક લેવું પડશે.
Jio Hotstar Subscription Prices Hiked: જૂના ગ્રાહકોને રાહત
જિયો-હોટસ્ટારે સ્પષ્ટ કર્યું છે કે આ ભાવવધારો માત્ર નવા ગ્રાહકો માટે જ લાગુ પડશે. જે યુઝર્સ પાસે પહેલેથી સબ્સ્ક્રિપ્શન એક્ટિવ છે અને જેમણે ઓટો-રિન્યુઅલ ઓન રાખ્યું છે, તેમને જૂના દરે જ સર્વિસ મળતી રહેશે. પરંતુ સબ્સ્ક્રિપ્શન પૂરુ થયા બાદ નવો પ્લાન લેશો તો નવી કિંમતો ચૂકવવી પડશે.
Jio-Hotstar Subscription Prices Hiked: કનેક્ટેડ ટીવી પર વધતી વ્યુઅરશિપ

જિયો-સ્ટારના SVOD બિઝનેસ હેડ સુશાંત શ્રીરામે જણાવ્યું કે છેલ્લા 11 મહિનામાં કનેક્ટેડ ટીવી (મોટી સ્ક્રીન) પર કન્ટેન્ટ જોનારા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી છે. આ બદલાવને ધ્યાનમાં રાખીને પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં પ્લેટફોર્મ પાસે 45 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે.
પ્રીમિયમ વાર્ષિક પ્લાન સૌથી વધુ મોંઘો
કિંમતમાં સૌથી મોટો ઉછાળો પ્રીમિયમ વાર્ષિક પ્લાનમાં આવ્યો છે.
- પ્રીમિયમ વાર્ષિક પ્લાન: ₹1,499 ➝ ₹2,199
- સુપર વાર્ષિક પ્લાન: ₹899 ➝ ₹1,099
પ્રીમિયમ પ્લાનમાં 4K ક્વોલિટી સાથે એકસાથે 4 ડિવાઇસ, સુપર પ્લાનમાં 2 ડિવાઇસ અને મોબાઇલ પ્લાનમાં ફક્ત 1 મોબાઇલ પર એક્સેસ મળશે.
લાઇવ સ્પોર્ટ્સમાં જાહેરાતો અનિવાર્ય
જિયો-હોટસ્ટારે જાહેરાતની પોલિસી પણ સ્પષ્ટ કરી છે.
- મોબાઇલ અને સુપર પ્લાનમાં તમામ કન્ટેન્ટ દરમિયાન જાહેરાતો આવશે
- પ્રીમિયમ પ્લાનમાં એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટ એડ-ફ્રી રહેશે
- પરંતુ લાઇવ સ્પોર્ટ્સ અને લાઇવ શો દરમિયાન તમામ યુઝર્સને જાહેરાતો જોવી પડશે
નવી કિંમતોને કારણે સામાન્ય યુઝર્સ માટે OTT એન્ટરટેઇનમેન્ટ હવે વધુ ખર્ચાળ બનશે, ખાસ કરીને મોબાઇલ યુઝર્સ માટે હોલિવૂડ કન્ટેન્ટ જોવું મોંઘું પડશે.
આ પણ વાંચો :Mardaani 3 Trailer Release:શિવાની શિવાજી રોય ફરી એક્શનમાં, ‘મર્દાની-3’ના ટ્રેલરે મચાવી ધમાલ




