Aravalli Mountains Mining Case : અરવલ્લી પર્વતમાળાના પર્યાવરણના રક્ષણને લઈને સુપ્રીમ કોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અરવલ્લી વિસ્તારમાં ચાલી રહેલું ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે, તો પર્યાવરણને એવું ગંભીર નુકસાન થશે, જેની ભરપાઈ શક્ય નહીં બને.
Aravalli Mountains Mining Case : રાજસ્થાન સરકારને તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સહિત અરવલ્લી વિસ્તારમાં આવતાં તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, પર્વતમાળામાં કોઈ પણ પ્રકારની ખનન પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટ સમક્ષ રાજસ્થાન સરકારે ખાતરી આપી હતી કે, રાજ્યમાં કોઈ પણ ગેરકાયદે ખનન ચલાવી લેવામાં નહીં આવે અને આવા કિસ્સાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે.
Aravalli Mountains Mining Case : તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના

અરવલ્લીમાં ખનનથી થતા પર્યાવરણના નુકસાન અને ગેરકાયદે પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક સ્પેશિયલ એક્સપર્ટ કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી કે. પરમેશ્વરને ચાર અઠવાડિયામાં પર્યાવરણવિદો અને વૈજ્ઞાનિકોના નામ સૂચવવા જણાવ્યું છે. આ સમિતિ સીધી સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કાર્ય કરશે.
અરવલ્લીની નવી વ્યાખ્યા પર સ્ટે યથાવત
કોર્ટએ અગાઉ 20 નવેમ્બરે આપવામાં આવેલા અરવલ્લી પર્વતમાળાની એકસમાન વ્યાખ્યાને લઈને આપેલો સ્ટે યથાવત રાખ્યો છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, પર્વતોને ચોક્કસ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં, કારણ કે તેમાં સમય સાથે ભૌગોલિક પરિવર્તન થતું રહે છે. આ દલીલને ધ્યાનમાં રાખી કોર્ટે હાલ માટે વ્યાખ્યા પરનો સ્ટે લંબાવ્યો છે.
‘આ ગુનો છે, સજા થશે’ – સુપ્રીમ કોર્ટ
ચીફ જસ્ટિસે કડક શબ્દોમાં કહ્યું કે, ગેરકાયદે ખનન એક સ્પષ્ટ ગુનો છે અને આવા કૃત્યો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે ચેતવણી આપી કે, આ મુદ્દે વારંવાર નવી અરજીઓ કરીને મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે. અરવલ્લી પર્વતમાળાને ભારતની સૌ




