Ahmedabad news:અમદાવાદના એસજી હાઇવે પર કાર–એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત.  ડિવાઇડર કૂદીને કાર ઘૂસી બસ સાથે અથડાઈ,

0
104
Ahmedabad
Ahmedabad

Ahmedabad news:અમદાવાદના વ્યસ્ત અને મહત્વના એવા એસજી હાઇવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક કાર અચાનક ડિવાઇડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ અને ગાંધીનગરથી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Ahmedabad news

Ahmedabad news:યુવતીને ગંભીર ઇજાઓ, હાલત નાજુક

અકસ્માત સમયે કારમાં યુવક સાથે એક યુવતી પણ સવાર હતી. ટક્કર બાદ કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો, જેમાં યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

Ahmedabad news

Ahmedabad news:એસજી હાઇવે પર લાંબો ટ્રાફિક જામ

આ અકસ્માતને કારણે એસજી હાઇવે પર બંને બાજુ લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી જતાં રોજિંદા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી તેને રસ્તા પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી.

Ahmedabad news:પોલીસનો કાફલો દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લઈ ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ટો કરીને હાઇવે પરથી ખસેડ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

અકસ્માત અંગે તપાસ શરૂ

પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને અકસ્માત કેવી રીતે થયો, કારની ઝડપ કેટલી હતી તથા ડ્રાઈવરની ભૂલ હતી કે કોઈ અન્ય કારણ — તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો :QR Code on Medicine:હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી કે નકલી.   કેન્દ્ર સરકારની નવી વ્યવસ્થાથી નકલી દવાઓ પર કસોટી,