Ambaji Shaktipeeth: અંબાજીમાં શ્રદ્ધાનો સુવર્ણ પ્રવાહ: અમદાવાદી માઈભક્તે માતાજીને 500 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું

0
86
Ambaji Shaktipeeth
Ambaji Shaktipeeth

Ambaji Shaktipeeth: શક્તિપીઠ આરાસુરી અંબાજી મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય ફરી એકવાર સામે આવ્યો છે. અમદાવાદના એક શ્રદ્ધાળુ માઈભક્તે માતા અંબાના ચરણોમાં 500 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું છે. બજાર ભાવ મુજબ આ સોનાની અંદાજિત કિંમત આશરે 72 લાખ રૂપિયા થાય છે.

આ દાનમાં 100-100 ગ્રામની કુલ પાંચ સોનાની લગડીઓનો સમાવેશ થાય છે, જે શ્રદ્ધાળુએ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વહીવટી કચેરી ખાતે વિધિવત રીતે સુપરત કરી હતી. માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીકરૂપે આ ભેટ અર્પણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Ambaji Shaktipeeth

Ambaji Shaktipeeth: નવા વર્ષની શરૂઆતથી જ દાનનો મહાપ્રવાહ

નવા વર્ષની શરૂઆતથી જ અંબાજી મંદિરમાં દાનનો સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ માઈભક્તો દ્વારા હાર, મુકુટ અને લગડીઓ સહિત એક કિલોગ્રામથી વધુ સોનું માતાજીને અર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ કરોડો રૂપિયાની રોકડ આવક પણ મંદિરના ભંડારમાં જમા થઈ છે.

Ambaji Shaktipeeth: તાજેતરના મોટા દાનની ઝલક

  • 2 જાન્યુઆરી: અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા 620 ગ્રામ સોનાનો ભવ્ય મુકુટ અર્પણ કરવામાં આવ્યો, જેની કિંમત અંદાજે 43.51 લાખ રૂપિયા હતી.
  • 3 જાન્યુઆરી (પોષી પૂનમ): મંદિરના ભંડારમાં 71.57 લાખ રૂપિયાની રોકડ આવક નોંધાઈ હતી. સાથે જ 76.64 લાખ રૂપિયાની કિંમતની સોનાની બે ભેટ પણ પ્રાપ્ત થઈ હતી.
  • 5 જાન્યુઆરી: રાજકોટના એક ભક્તે 263 ગ્રામ વજનનો સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો, જેની કિંમત અંદાજે 33.13 લાખ રૂપિયા હતી.

Ambaji Shaktipeeth: શ્રદ્ધા, શક્તિ અને સમર્પણનું પ્રતિક અંબાજી

જગતજનની માતા અંબાનું ધામ અંબાજી શ્રદ્ધા, શક્તિ અને ભક્તિનું મહાકેન્દ્ર માનવામાં આવે છે. વર્ષભર દેશ-વિદેશથી લાખો ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માતાજીને સોનું, ચાંદી, રોકડ રકમ તથા કિંમતી આભૂષણો અર્પણ કરે છે. આ પરંપરા અંતર્ગત મળતું દાન મંદિરના વિકાસ અને વ્યવસ્થાપન માટે ઉપયોગમાં લેવાય છે.

અંબાજી મંદિરમાં જોવા મળતો આ સુવર્ણ દાનપ્રવાહ ભક્તોની અખૂટ આસ્થા અને માતાજી પ્રત્યેના સમર્પણને વધુ એકવાર ઉજાગર કરે છે. 🙏

આ પણ વાંચો :Virat Ramayan Temple:વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના