Ahmedabad News: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમદાવાદની એક ઊંચી પાણીની ટાંકી પર JCB મશીન ચાલતું જોવા મળે છે. આ અદભુત દ્રશ્ય જોઈને અનેક લોકો અવાચક બની ગયા હતા. કેટલાકને તો લાગ્યું કે આ વીડિયો ‘AI’ અથવા એડિટિંગની કમાલ હશે, જ્યારે કેટલાકે તેને ફિલ્મ શૂટિંગનો ભાગ ગણાવ્યો. જોકે, હકીકત સામે આવી ત્યારે ખબર પડી કે આ વીડિયો સંપૂર્ણપણે અસલી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લેવામાં આવેલા એક સ્માર્ટ નિર્ણયનું પરિણામ છે.
Ahmedabad News:વીડિયો જોઈને લોકોએ આંખો પર વિશ્વાસ ન કર્યો

સારંગપુર વિસ્તારમાં આવેલી જર્જરિત પાણીની ટાંકી પર JCB મશીન ફરતું દેખાતાં જ નીચે ઉભેલા લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. અનેક લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યું. ઘણા નેટીઝન્સે કોમેન્ટ્સ કરી કે, “પહેલાં તો લાગ્યું કે કોઈ ગ્રાફિક્સ છે, પરંતુ વીડિયો ઝૂમ કરીને જોતા સમજાયું કે આ તો સાચું JCB છે.”
Ahmedabad News:શા માટે ટાંકી પર ચઢાવવું પડ્યું JCB?
સારંગપુરની આ પાણીની ટાંકીના બીમ્સ અત્યંત મજબૂત હોવાથી તેને સામાન્ય બ્રેકર અથવા માનવશક્તિથી તોડવી શક્ય નહોતી. પરંપરાગત પદ્ધતિ નિષ્ફળ જતા AMCના એન્જિનિયરોએ એક અલગ અને જોખમભર્યો પરંતુ અસરકારક વિકલ્પ પસંદ કર્યો.
Ahmedabad News:એન્જિનિયરિંગ માર્વેલ: ક્રેનથી JCB ટાંકી પર ઉતાર્યું
બે દિવસ સુધી સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ અને ડિઝાઈન નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા બાદ બે મોટી ક્રેનની મદદથી JCBને ટાંકીના ધાબા પર ઉતારવામાં આવ્યું. દરેક સ્ટેપ પર સુરક્ષા અને સ્ટ્રક્ચરની ક્ષમતા ચકાસવામાં આવી હતી.

Ahmedabad News:મજૂરોની સુરક્ષા અને સમય બચાવવાનો પ્રયાસ
AMCના અધિકારીઓનું કહેવું છે કે ઊંચાઈ પર મજૂરો દ્વારા જોખમી કામ કરાવવાને બદલે મશીનરીનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત અને આધુનિક રીત છે. આ વ્યૂહાત્મક નિર્ણયના કારણે જે કામ પૂર્ણ કરવા અંદાજે 20 દિવસ લાગવાના હતા, તે માત્ર 48 કલાકમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યું.
વિદેશી ટેકનિક, દેશી અમલ
AMCના એક અધિકારીએ જણાવ્યું કે, “આ કોઈ અણઘડ કામગીરી નથી. વિદેશોમાં ઊંચી અને જર્જરિત ઈમારતો તોડવા માટે આવી પદ્ધતિ સામાન્ય છે. તમામ ગણતરી અને સુરક્ષા તપાસ કર્યા બાદ જ JCBને ટાંકી પર ચઢાવવામાં આવ્યું છે. હાર્ડ પોર્શનનું કામ પૂર્ણ થતાં જ આગામી અઠવાડિયામાં મશીનને નીચે ઉતારી લેવામાં આવશે.”
‘જુગાડ’ નહીં, સ્માર્ટ એન્જિનિયરિંગ
વીડિયો જોઈને લોકો ભલે ચોંકી ગયા હોય, પરંતુ AMCનું આ પગલું ‘જુગાડ’ કરતાં વધુ સ્માર્ટ એન્જિનિયરિંગ અને ટેકનિકલ સમજણનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી જટિલ કામગીરી ઝડપથી, સુરક્ષિત રીતે અને ઓછા જોખમ સાથે પૂર્ણ કરી શકાયી છે.




