End to 10Minute Delivery Claims: ભારતમાં ગિગ વર્કર્સની સુરક્ષા અને કામકાજની પરિસ્થિતિને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને ક્વિક કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી ‘10 મિનિટ ડિલિવરી’ની જાહેરાતો ગિગ વર્કર્સ માટે જોખમી બનતી હોવાના આક્ષેપો થયા હતા. હવે આ મામલે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને 10 મિનિટ ડિલિવરીની ટાઇમ લિમિટ હટાવવાનો આદેશ આપ્યો છે.

End to 10Minute Delivery Claims: ગિગ વર્કર્સની મુશ્કેલીઓ બાદ સરકારનો હસ્તક્ષેપ
છેલ્લા એક મહિનાથી ગિગ વર્કર્સને થતી મુશ્કેલીઓને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. 25 ડિસેમ્બરે દેશભરમાં મોટા પ્રમાણમાં ગિગ વર્કર્સ હડતાળ પર ઉતર્યા હતા. વિપક્ષે પણ સરકાર પાસે માંગ કરી હતી કે આ મામલે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવે. આ પછી કેન્દ્ર સરકારે ક્વિક કોમર્સ સેક્ટરમાં હસ્તક્ષેપ કર્યો છે.

End to 10Minute Delivery Claims: કેન્દ્ર સરકારે કંપનીઓ સાથે કરી ચર્ચા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ બ્લિંકકિટ, ઝેપ્ટો, સ્વીગી સહિતની ક્વિક કોમર્સ કંપનીઓ સાથે બેઠક કરી હતી. આ ચર્ચા બાદ મોટા ભાગની કંપનીઓએ સરકારને આશ્વાસન આપ્યું છે કે હવે જાહેરાતો અને સોશિયલ મીડિયા પરથી ‘10 મિનિટ ડિલિવરી’નો દાવો દૂર કરવામાં આવશે. સાથે જ, ડિલિવરી પાર્ટનર્સ પર કોઈ ચોક્કસ સમયમર્યાદાનો દબાણ નહીં મૂકવામાં આવે.
ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને પ્રાથમિકતા
કેન્દ્ર સરકારે તમામ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. સરકારનું કહેવું છે કે વહેલી ડિલિવરીના દબાણમાં કોઈના જીવને જોખમમાં નાંખી શકાય નહીં. તેથી હવે ડિલિવરી માટેની સમયમર્યાદામાં લવચીકતા રાખવાની રહેશે.

End to 10Minute Delivery Claims: ટ્રાફિક નિયમો તોડવાની ફરિયાદો
નોંધનીય છે કે ક્વિક કોમર્સ સેક્ટરમાં ઝડપથી ડિલિવરી કરવાની હરીફાઈ વધી હતી. ઘણી કંપનીઓ 10 મિનિટમાં સામાન પહોંચાડવાનો દાવો કરતી હતી. જો ડિલિવરી મોડે થાય તો ડિલિવરી પાર્ટનર્સને ઓછા રેટિંગ્સ અને દંડનો સામનો કરવો પડતો હતો. આ દબાણના કારણે અનેક વખત ડિલિવરી પાર્ટનર્સ ટ્રાફિક નિયમો તોડતા અને જોખમી રીતે વાહન ચલાવતા જોવા મળતા હતા.
End to 10Minute Delivery Claims:ગિગ વર્કર્સ માટે રાહતનો નિર્ણય
સરકારના આ નિર્ણયને ગિગ વર્કર્સ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, સમયમર્યાદાનો દબાણ ઘટતાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને ડિલિવરી પાર્ટનર્સ વધુ સુરક્ષિત રીતે પોતાનું કામ કરી શકશે.
આ પણ વાંચો




