Historic Day for Vadodara:15 વર્ષ બાદ વડોદરામાં ફરી ઇન્ટરનેશનલ ક્રિકેટ, ભારત–ન્યૂઝીલેન્ડ મુકાબલા માટે ચાહકો આતુર

0
160
Historic Day
Historic Day

Historic Day for Vadodara:વડોદરા શહેર માટે આજનો દિવસ ક્રિકેટ ઇતિહાસમાં ખાસ બની રહ્યો છે. 15 વર્ષ બાદ આજે ફરી એક વખત વડોદરામાં મેન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. આજે (11 જાન્યુઆરી) બપોરે 1:30 વાગ્યાથી શહેર નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચને લઈ વડોદરાના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Historic Day for Vadodara

Historic Day for Vadodara:પહેલીવાર સ્ટેડિયમ હાઉસફુલ

ઇન્ટરનેશનલ કક્ષાનું કોટંબી સ્ટેડિયમ બન્યા બાદ પહેલીવાર અહીં મેન્સ ઇન્ટરનેશનલ મેચ યોજાઈ રહી છે. ખાસ કરીને વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ જેવા સ્ટાર ખેલાડીઓને રમતા જોવા માટે ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ટિકિટો પહેલેથી જ વેચાઈ જતાં સ્ટેડિયમ સંપૂર્ણ રીતે હાઉસફુલ રહેવાની શક્યતા છે.

Historic Day for Vadodara:2010ની યાદો તાજી

ઉલ્લેખનીય છે કે વડોદરામાં છેલ્લે 4 ડિસેમ્બર 2010ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી. તે મેચમાં ભારતીય ટીમે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. 15 વર્ષ બાદ ફરી એક વખત એ જ ટીમ સામે મેચ હોવાથી ચાહકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ છે અને આજે પણ ભારતની જીતની આશા રાખી રહ્યા છે.

Historic Day for Vadodara:સ્ટાર ખેલાડીઓ જોવા ચાહકો તૈયાર

આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે. એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ જેવા દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. જેના કારણે વડોદરા સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ તરફ ઉમટી પડશે.

Historic Day for Vadodara

સુરક્ષા માટે 1400 પોલીસ જવાનો ખડેપગે

હાઈ વોલ્ટેજ ઇન્ટરનેશનલ મેચને ધ્યાનમાં રાખીને વડોદરા ગ્રામ્ય પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેચ દરમિયાન અંદાજે 1400 પોલીસ જવાનો ખડેપગે રહેશે. સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.

ટ્રાફિક અને પાર્કિંગ પર ખાસ નજર

મેચ દરમિયાન ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વાહન વ્યવહારને સરળ રાખવા માટે અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ ખેલાડીઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

સ્ટેડિયમ બહાર પાર્કિંગ વ્યવસ્થા

  • જનરલ પાર્કિંગ
    • ટુ-વ્હીલર: 5,000
    • ફોર-વ્હીલર: 4,000
  • VIP પાર્કિંગ
    • ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર: 2,700

15 વર્ષ બાદ વડોદરામાં ફરી એક વખત ઇન્ટરનેશનલ ક્રિકેટનો માહોલ સર્જાયો છે. ક્રિકેટપ્રેમીઓ માટે આજનો દિવસ ઉત્સાહ, રોમાંચ અને યાદગાર બનવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચો :Viral Video : વિરાટ કોહલીનો મસ્તીખોર અંદાજ, અર્શદીપ સિંહની દોડની નકલ કરી; રોહિત શર્મા હસતાં થયા લોટપોટ