Home State Gujarat Panchmahal Accident:પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, આગમાં સળગી જતા એક વ્યક્તિનું...

Panchmahal Accident:પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, આગમાં સળગી જતા એક વ્યક્તિનું કરુણ મોત

0
405
Accident
Accident

Panchmahal Accident :પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવારે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ભયાનક માર્ગ દુર્ઘટના સર્જાઈ હતી. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે જોરદાર ટક્કર થતાં એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું આગમાં સળગી જતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Panchmahal Accident:રોંગ સાઈડથી આવી રહેલી ટ્રક બની અકસ્માતનું કારણ

 Panchmahal Accident

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત શુક્રવારની વહેલી સવારે થયો હતો. એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી અને સામેથી આવી રહેલી બીજી ટ્રક સાથે સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકોના આગળના ભાગો સંપૂર્ણપણે દબાઈ ગયા હતા અને કેબિન કચ્ચરઘાણ વળી ગઈ હતી.

Panchmahal Accident:ટક્કર બાદ ટ્રકમાં ભડકી ભીષણ આગ

અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં શોર્ટ સર્કિટ અથવા ઘર્ષણના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી કેબિનમાં ફેલાઈ જતા અંદર ફસાયેલો એક વ્યક્તિ બહાર નીકળી શક્યો નહોતો. આગની લપેટમાં આવતા તે વ્યક્તિ કેબિનમાં જ જીવતો ભુંજાયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત થયું હતું.

Panchmahal Accident:ગ્રામજનો દોડી આવ્યા, ફાયર ટીમે સંભાળી પરિસ્થિતિ

અકસ્માત અને આગના ભયાનક દ્રશ્યો જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોધરા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

 Panchmahal Accident

પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ

પંચમહાલ પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનાના કારણે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો :Somnath Swabhiman Parv:સોમનાથ સ્વાભિમાન પર્વ માટે 4 દિવસ સ્પેશિયલ ટ્રેન  રાજકોટથી શરૂ થયેલી પ્રથમ ટ્રેન સાથે ધાર્મિક માહોલ સર્જાયો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે