Digital Census :1 એપ્રિલ 2026થી શરૂ થશે ‘વસતી ગણતરી , નોટિફિકેશન જાહેર

0
159
 Digital Census
 Digital Census

Digital Census :ભારતમાં પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ રીતે વસતી ગણતરી કરવામાં આવશે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે બુધવારે ઐતિહાસિક **‘વસતી ગણતરી 2027’**ના પ્રથમ તબક્કા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. આ ડિજિટલ વસતી ગણતરીની પ્રક્રિયા 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે. અગાઉ વર્ષ 2021માં થનારી આ દાયકાની ગણતરી કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે અંદાજે રૂ. 11,718.2 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે.

Digital Census

 Digital Census :બે તબક્કામાં થશે વસતી ગણતરી

સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ વસતી ગણતરીની સમગ્ર પ્રક્રિયા બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલી રહેશે.

પ્રથમ તબક્કો – હાઉસ લિસ્ટિંગ:
આ તબક્કામાં મકાનોની ગણતરી સાથે ઘર સંબંધિત વિગતો એકત્ર કરવામાં આવશે. જેમાં મકાનનો પ્રકાર, વીજળી, પાણી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ અંગેનો ડેટા લેવામાં આવશે.

બીજો તબક્કો – વસ્તી ગણતરી:
આ તબક્કામાં દરેક વ્યક્તિની ઉંમર, લિંગ, શિક્ષણ, ધર્મ, વ્યવસાય અને જ્ઞાતિ સંબંધિત વિગતો નોંધવામાં આવશે.

India s  Digital Census :સેલ્ફ-એન્યુમરેશનનો વિકલ્પ

Digital Census

આ વખતની વસતી ગણતરીમાં સરકાર નાગરિકોને સેલ્ફ-એન્યુમરેશન’ એટલે કે પોતાની વિગતો જાતે ભરવાનો વિકલ્પ પણ આપશે. દરેક રાજ્યમાં હાઉસ લિસ્ટિંગ શરૂ થાય તેનાં 15 દિવસ પહેલાં નાગરિકો ઓનલાઇન પોર્ટલ અથવા મોબાઇલ એપ મારફતે પોતાની માહિતી દાખલ કરી શકશે. ત્યારબાદના 30 દિવસમાં સરકારી કર્મચારીઓ ઘરેઘરે જઈને બાકીની વિગતો ચકાસશે અને નોંધશે.

કાગળ-પેનનો યુગ પૂર્ણ, હવે ટેકનોલોજીનો ઉપયોગ

આ વસતી ગણતરીમાં કાગળ, રજિસ્ટર કે ફાઇલોના બદલે મોબાઇલ એપ અને ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે. ડિજિટલ સિસ્ટમથી ડેટા સીધો સર્વર પર અપલોડ થશે, જેના કારણે ભૂલની શક્યતા ઘટશે અને આંકડાઓ ઝડપથી ઉપલબ્ધ બની શકશે.

સરકારે ડેટાની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા માટે કડક વ્યવસ્થાઓ પણ ગોઠવી છે, કારણ કે આ પ્રક્રિયામાં કરોડો નાગરિકોની વ્યક્તિગત માહિતી સામેલ રહેશે.

જ્ઞાતિ આધારિત ગણતરીનું મહત્ત્વ

ભારતમાં છેલ્લે 1931માં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવામાં આવી હતી. લગભગ એક સદી બાદ આ વખતે ફરીથી જ્ઞાતિની માહિતી એકત્ર કરવામાં આવશે. આ ડેટા સરકારને સામાજિક ન્યાય, કલ્યાણ યોજનાઓ અને નીતિ-નિર્માણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

સરકાર આ વખતે ‘Census-as-a-Service (CaaS)’ મોડલ અપનાવી રહી છે, જેથી વિવિધ મંત્રાલયોને જરૂરી ડેટા મશીન-રીડેબલ ફોર્મેટમાં સરળતાથી મળી શકે. સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે ‘Census Management and Monitoring System (CMMS)’ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયો વિલંબ

નિયમ અનુસાર વસતી ગણતરી વર્ષ 2021માં થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને ત્યારબાદ ડિજિટલ માળખું તૈયાર કરવામાં લાગેલા સમયને કારણે હવે તે 2026માં શરૂ થઈ રહી છે.

નિષ્ણાતો માને છે કે આ વસતી ગણતરી માત્ર આંકડાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે આવનારા દાયકાઓ માટે ભારતના સામાજિક, આર્થિક અને નીતિગત નિર્ણયોનો મજબૂત આધાર બનશે.

આ પણ વાંચો :Somnath Swabhiman Parv:સોમનાથ સ્વાભિમાન પર્વ માટે 4 દિવસ સ્પેશિયલ ટ્રેન  રાજકોટથી શરૂ થયેલી પ્રથમ ટ્રેન સાથે ધાર્મિક માહોલ સર્જાયો